________________
કરે
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને. કાંઈ કરતા નથી ને?” કઈ તતડા બબડાને દેખીને પણ તેની હાંસી કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે, એ સમજે છે? એ મહામુનિને એમના જ્ઞાનાવરણીય કર્મને ઉદય કેવા અવસરે નડ્યો, એની ખબર છે ને ? એ તે, એમની ભવિતવ્યતા સારી કે-એ એટલા બધા પ્રયત્નશીલ બની શક્યા; બાકી, એ વખતે જે એમને કંટાળો આવ્યો હતો અને જ્ઞાન પ્રત્યે જ જે દુર્ભાવ જાગ્યે હોત, તો તેઓ કદાચ એથી પણ ઘેર પ્રકારના જ્ઞાનાવરણીય કર્મને ઉપાર્જનારા બનત ને ? કર્મનું પરવશપણું ડંખે છે?
જેમ આપણે શ્રી નદિષેણના પ્રસંગમાં જોયું હતું કે– એ મહાપુરૂષે પોતાના ભેગફલ કર્મને નિષ્ફલ બનાવવાને માટે, તેઓએ વેશ્યાના વચનને સ્વીકાર્યું તે પહેલાં, ભગીરથ પુરૂષાર્થ કર્યો હતો ! અને વેશ્યાને ત્યાં રહે રહે પણ, બાર વર્ષોમાં એમણે પોતાના ચારિત્રમેહ કર્મને નિર્બલ બનાવી દેવાને માટે, રોજ દશ દશને પ્રતિબંધીને ત્યાગી બનાવવાને કમ જાળવી રાખ્યો હતો ને? એટલે, જેમને પોતાનું કર્મ જોરદાર છે–એમ લાગતું હોય, તેમણે પણ, એ કર્મને નબળું પાડી દેવાના પ્રયત્નો કર્યા જ કરવા જોઈએ. પરંતુ આજે પિતાનું કર્મ જોરદાર છે–એવી વાતો કરનારાઓમાં કેટલાએ કેટલા સાચા છે, એને વિચાર કરવો પડે તેમ છે. પુરૂષાર્થ કાંઈ કરે નહિ અને મારું કર્મ જોરદાર છે–એમ માત્ર મેંઢથી બલવું, એને અર્થ જ કાંઈ નથી. જે કર્મ જોરદાર હોય, તે કર્મ પ્રત્યેનો શેષ વધે કે ઘટે? જેને ચારિત્રને સેવવાની