________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
શકાય. આથી, એમ પણ કહી શકાય કે ઘાતિકર્મીના ક્ષયથી કેવલજ્ઞાન થતાં આ ચાર અતિશયા પ્રગટે છે. અહીં તેા વાત એટલી જ છે કે ટીકાકાર મહર્ષિએ અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, પૂજાતિય અને વચનાતિશય–એ ચારે ય અતિશયેાથી સમ્પન્ન એવા ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને નમસ્કાર કર્યો છે.
૧૪
નમસ્કાર એ ચમત્કાર છે:
નવાંગી ટીકાકાર આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, આ પંચમાંગસૂત્ર શ્રી ભગવતીજી સૂત્રની ટીકાને રચવાને માટે મંગલની આચરણા કરી રહ્યા છે. તેમાં, સર્વસામાન્યશ્રી જિનસ્તુતિ કર્યાં બાદ અને ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને નમસ્કાર કર્યાં બાદ, ટીકાકાર મહર્ષિ, શ્રીમાન્ સુધર્માંસ્વામીજીને નમસ્કાર કરે છે. જેમ જેમ નમકરણીયાને વધારેને વધારે નમસ્કાર થાય, તેમ તેમ નમસ્કાર કરનારના આત્મા પણ વધારે નિર્મલ થાય. નમણીય પૂજ્યેાને નમસ્કાર કરનારાએ, સંસારને તરનારા છે; જયારે નમસ્કરણીય પૂજ્ગ્યાને નમસ્કાર કરતાં અચકાનારાએ સંસારમાં લટકનારા તથા લટકનારા છે, વારંવાર મરનારા છે. નમસ્કરણીય પૂજ્યેાને કરાતા નમસ્કાર, એ તે એક ચમત્કાર છે, જાદુ છે, અજબ ઈલ્મ છે, અપૂર્વ વિજ્ઞાન છે, કમાલ કરનારા મંત્ર છે, કે જે હજારા અપમંગલાને હરીને પણ મંગલ કરે છે; પણ એ નમસ્કાર હૈયાના સદ્ભાવપૂર્વકના હાવા જોઇએ અને એમાં આશયની મલિનતા નહિ હોવી જોઈ એ. આશયની મલિનતા નમસ્કારના ફૂલને મલિન બનાવી દેનારી નિવડે છે.