________________
૮૮
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને વાણીમાં છે. આ સંસારમાં જે કાંઈ પણ સારું છે, તે શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણના પ્રતાપે જ છે. સારાની સારા તરીકેની. પિછાન પણ, શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણીના પ્રતાપે જ થાય છે. જીવે, પિતાના અને પરના કલ્યાણને માટે, શું તજવા જેવું છે અને શું સેવવા જેવું છે, જે તજવા યોગ્ય છે તે શાથી. તજવા યોગ્ય છે અને જે સેવવા યોગ્ય છે તે શાથી સેવવા
ગ્ય છે, એને જણાવનાર શ્રી સર્વજ્ઞ ભગવાનની જ વાણી છે. બીજા જે કઈ મહાપુરૂષોએ એ વાત કહી, તે શ્રી સર્વ ભગવાનની વાણીના આધારે કહી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન. અને સમ્યફચારિત્ર-એ ત્રણેયનું મૂળ શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણું છે. એટલે કલ્યાણ માત્રનું મૂળ શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણું છે. આથી જ, ટીકાકાર મહર્ષિ ઉપકારિઓને યાદ કરી કરીને નમસ્કાર કરતાં, શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણુને નમસ્કાર કરવાને પણ ચૂક્યા નથી. શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણીને પણ નમસ્કાર કર્યા પછીથી જ, તેઓએ, પોતે કયા કાર્યને ક્યી. રીતિએ આરંભ કરે છે, તે જણાવ્યું છે. બીજા ક્ષેકનો ત્રીજા શ્લોક સાથેનો સંબંધ
ટીકાકાર મહર્ષિએ, ત્રીજા સ્લેકમાં પિતાના અભિધેયનું સ્પષ્ટીકરણ કર્યું છે. બીજા શ્લોકમાં ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી આદિને નમસ્કાર કરતાં, “નમામિ એટલે કે હું નમસ્કાર કરું છું.” અથવા તે “નમ એટલે કે નમસ્કાર હે ! ”—એ પ્રમાણે નહિ કહેતાં, “ના એટલે કે નમસ્કાર કરીને ”—એ પ્રમાણે કહ્યું છે. નમામિ અગર તે –એ પ્રમાણેનું પદ હોત, તે તે બીજા સ્લેકની વાત બીજા શ્લોકમાં