________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૮૯ જ પૂર્ણ થઈ જાત; પરન્તુ તવ એવા પદને પ્રયોગ કરીને, ટીકાકાર મહર્ષિએ, બીજા લેકમાં કહેલી વસ્તુની સાથે, ત્રીજા 'લેકમાં કહેવાતી વસ્તુને સંબંધ છે એમ જણાવ્યું છે. બીજો
લેક, એ એક અપૂર્ણ વાક્ય છે; જ્યારે બીજો લેક અને ત્રીજો શ્લોક-એ બન્ને ય મળીને, એક પૂર્ણ વાક્ય બને છે. કઈ માણસ જે “હું ગામ જઈને અથવા તો “હું અમુક કામ કરીને” એટલું બેલે, તો એને સાંભળનાર ઝટ સમજી જાય છે કે–આને આગળ બોલવાનું બાકી છે. એમ અહીં પણ, ટીકાકાર મહર્ષિએ બીજા શ્લોક દ્વારા, એમ ફરમાવ્યું છે કે
શ્રી વર્ધમાનસ્વામીજીને, શ્રીમાન સુધર્માસ્વામીજીને, સર્વ અનુગવૃદ્ધોને અને સર્વગ્નની વાણીને નમસ્કાર કરીને એટલે એમ સમજાઈ જાય છે કે–ટીકાકાર મહર્ષિને આગળ કાંઈક કહેવાનું અવશ્ય બાકી છે અને જે કહેવાનું છે, તે પહેલાં કહેલાની સાથે સંબંધ ધરાવે છે. ત્રીજા કલેકમાં ટીકાકારમહષિએ ફરમાવ્યું છે કે- આ પાંચમા અંગસૂત્રની જે ટીકા તથા ચૂર્ણ છે તેને અને શ્રી જીવાભિગમ વિગેરે સૂત્રો છે, તેની જે જે વૃત્તિઓ છે-તેના અંશેને સમ્યક્ પ્રકારે જીને, આ પાંચમા અંગસૂત્રનું હું કાંઈક વિશેષપણે વિવરણ કરું . એટલે કેપાંચમા અંગસૂત્રનું કાંઈક વિશેષપણે વિવરણ કરવું, એ ટીકાકાર મહર્ષિએ પોતે કરવા ધારેલું કાર્ય છે. એ કાર્યને કરવાની પિતાની વિચારણાને ખ્યાલ આપતાં, તેઓશ્રીએ કહ્યું છે કેહું એ કાર્યને, આ સૂત્રની જે ટીકા અને ચૂર્ણ છે તેને તેમ જ શ્રી જીવાભિગમ સૂત્ર આદિ સૂત્રોની વૃત્તિઓના અંશોને સમ્યક્ પ્રકારે જીને, કરવાનું છે. ત્રીજા સ્લેકમાં કહેલી આ વાત તે, બીજા લેક સાથે સંબંધ રાખ્યા વિના પણ,