________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
પ
શ્રી બાહુબલિએ નમવામાં નાનમ માની ત્યાં સુધી
કેવલજ્ઞાન થયું નહિ નમસ્કરણીય પૂજેને નમસ્કાર કરવામાં જ્યાં સુધી નાનમ માની, ત્યાં સુધી શ્રી બાહુબલિજી જેવા ઘોર તપને તપનારા મહાપુરૂષ પણ, કેવલજ્ઞાનને પામી શક્યા નહિ. એ પ્રકારે નાનમ માનવાને એક જ ભાવ, એમને એમની મોટપ મળવામાં અંતરાય કરી રહ્યો હતે. માટે તે એમનાં સંસારી૫ણુનાં બેન બ્રાહ્મી સાધ્વીજીને
વીરા! ગજ થકી હેઠા ઊતરે !” –એ પ્રકારે ઉપદેશ આપ પડ્યો.
શ્રી બાહુબલિજીને શામાં નાનમ લાગી હતી? પોતાના નાના ભાઈઓ, કે જે પિતાની પૂર્વે દીક્ષિત બન્યા હતા અને કેવલજ્ઞાન પામ્યા હતા, તેમને વન્દન કરવામાં! એમાં નાનમ લાગવા જેવું શું હતું? ભલે એ નાના ભાઈઓ હતા, પણ સન્માન તે કેવલી બનેલા માટે જ કરવાનું હતું! ત્યાં કાંઈનાના ભાઈ ગણને વન્દન કરવાનું નહતું, પણ કેવલજ્ઞાનને અનુલક્ષીને વન્દન કરવાનું હતું! નાને પણ પહેલાં દીક્ષિત થયે ને કેવલજ્ઞાન પામ્યું, એટલે ગુણાધિક વન્દનીય ગણાય.
આ વાતને શ્રી બાહુબલિજી સમજતા જ નહતા ? શ્રી બાહુબલિજી પણ મહા વિવેકી હતા. શ્રી બાહુબલિજી જે મહા વિવેકી ન હત, તે એમણે જે સંગમાં પિતાની મુષ્ટિથી પિતાના મસ્તકના વાળને ઉખેડી નાખીને સંસારને ત્યાગ કરી દીધે, એ સંગમાં એમને એ લેચ કરવાને અને સંસારને તજીને ભાગવતી દીક્ષાને ગ્રહણ કરવાનું વિચાર