________________
અને ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
વાણીમાં ઉપકાર :
આ ટીકાકાર મહિષને એ દૃષ્ટિ પ્રાપ્ત થએલી હતી. આવા પ્રકારની દૃષ્ટિ, એ મહાપુરૂષના આત્મામાં, ઘણી નિર્મળ હતી. આથી જ, તેઓએ સર્વસાધારણ શ્રી જિનસ્તુતિ કરીને, વર્તમાન શાસનના સ્થાપક ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને, વર્તમાન દ્વાદશાંગીના પ્રણેતા શ્રી સુધર્માસ્વામીજીને અને અનુયાગ દ્વારા શ્રુતનું સંરક્ષણાદિ કરનારા મહાપુરૂષોને નમસ્કાર કર્યા બાદ, ‘વાગ્યે વિસ્તથા ’–એ પ્રમાણે કહીને, શ્રી સર્વજ્ઞ ભગવંતની વાણીને નમસ્કાર કર્યા છે. ટીકાકાર મહુષિએ પૂર્વે જે બધાને નમસ્કાર કર્યો; તે બધામાં મુખ્ય કારણ રૂપે તે વાણી જ છે ને ? કેમ કે એ બધાએ જે ઉપકાર કર્યા છે, તે વાણી દ્વારાએ કર્યાં છે. જો પ્રાણીને આ વાણી જ ન મળે, તો તે દેવ-ગુરૂ-ધર્મ તથા પરંપરાને શા રીતિએ પિછાની શકે ? સારી રીતિએ ગુણની ખાણી રૂપ વાણીને હૃદયમાં ઉતારી હોય, તા બધા યાદ આવે. આપણે ભગવાનને પણ નમસ્કાર મુખ્યત્વે વાણીના કારણે કરીએ છીએ. પ્રભુએ વાણીને વિકાસ કરીને શાસનની સ્થાપના કરીને ઉપકાર કર્યાં છે. પ્રભુની સાથેના આપણા સંબંધ, પ્રભુએ વાણી દ્વારા શાસન સ્થાપ્યું તે છે. ભગવાનની વાણીના મર્મને પામીને જે ભગવાનને પૂજતા હોય, તે સંસારથી ધ્રુજતા હોય. આવા આત્મા, સાચી રીતિએ અને સારી રીતિએ ભગવાનની પૂજા કરનારા અને છે. સમ્યગ્દષ્ટિ પુણ્યાત્માની ભાવના, શ્રી જિનને પૂજતાં જિન થવાની હોય, વીતરાગ બનવાની હાય. ભગવાનની પૂજા વિધિપૂર્વક અને કેવળ આત્માના ઉદ્ધારને માટે
૮૫