________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૮૩
પ્રમાણમાં એને અસ્તિત્વમાં રાખી ન હોત, તો આપણને એમાંનું કાંઈ પણ મળી શકત શી રીતિએ ? એટલે, એ મહાપુરૂષોને પણ ઉપકાર તો ખરે જ. આ રીતિએ નમસ્કાર કરવામાં, ગુણવન્તોનું ગૌરવ તો છે જ, પરંતુ એ મહાપુરૂષએ કરેલો ઉપકાર લક્ષ્ય બહાર નથી, એમ પણ એ દ્વારા જણાવી શકાય છે અને એમ કરીને કૃતજ્ઞતા ગુણનું મહત્વ પણ સમજાવી શકાય છે. અહીં સુધી દ્વાદશાંગીનું જે શ્રત આવ્યું, તે આવ્યું કોના દ્વારા ? કહેવું જ પડશે કે–આચાર્યોની પરંપરા દ્વારા. ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજી તે, ભગવાન શ્રી મહાવીર પરમાત્મા નિર્વાણને પામ્યા પછીથી, વીસે વર્ષે જ મેક્ષે ગયા; એટલે તેમની પછીની વચલી બધી આચાર્યપરંપરા આ વાણીને ધારણ કરનારી બની. એ આચાર્યોએ, આચાર્યોની પરંપરાએ શિષ્યને
ગદ્વહન કરાવી કરાવીને સૂત્રો જણાવ્યાં અને એના પરમાજૈને જણાવ્યું. એ રીતિએ, સૂત્રો સચવાતાં સચવાતાં આવ્યાં. ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ, અન્તિમ કેવલી શ્રી જબૂસ્વામીજીને ગણ સુપ્રત કર્યો અને તે પછીથી તે, આ ટીકાકાર મહર્ષિ આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા થયા ત્યાં સુધીમાં તેનું સંખ્યાબંધ આચાર્યો, શ્રતધરે થઈ ગયા. ટીકાકાર મહર્ષિ સમજે છે કે-એ બધા મહાપુરૂષોના પ્રતાપે જ, આટલું પણ મૃત અમને પ્રાપ્ત થવા પામ્યું છે. આથી, ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને અને પાંચમા ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીને નમસ્કાર કર્યા પછીથી, ટીકાકાર મહર્ષિએ “સર્વાનુયોઃ '—એમ કહીને, ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીના શાસનમાં, શ્રી સુધર્માસ્વા