________________
--
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના શ્રી સુધર્માસ્વામીજીની લક્ષ્મી :
ટીકાકાર મહષિએ અહીં પણ નમસ્કાર કરતાં શ્રી જ દુધર્મ” એમ કહીને, પાંચમા ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીને પણ “શ્રીવાળા તરીકે વર્ણવ્યા છે. એમની શ્રી કયી ? આવા મહાપુરૂષેની શ્રી, તે બાહ્ય લક્ષ્મી નહિ જાણવી,. પણ આભ્યન્તર લક્ષમી જાણવી. પ્રભુના શાસનમાં આત્મલક્ષ્મીની જ ખરી કિંમત છે. એની જ મહત્તા છે. કેરી આહા લક્ષ્મીની કાંઈ કિંમત જ નથી. બાહ્ય લક્ષ્મીની સાચી. સફળતા પણ, આત્મિક લક્ષ્મીના યોગે જ સાધી શકાય છે. આ મહાપુરૂષે બાહ્ય લક્ષમીને તે તજી દીધી હતી. બાહ્ય. લક્ષમીમાં જોડાવાથી કેઈ મહાપુરૂષ થયા નથી. શ્રી સુધર્માસ્વામીજી જ્યારે દીક્ષિત બન્યા અને શ્રી ગણધરપદને પામ્યા, ત્યારે એ કેવલજ્ઞાની નહિ હતા. કેવલજ્ઞાની નહિ હેવા છતાં પણ, એમણે એ વખતે ચૌદ પૂર્વની પણ રચના કરી હતી, એટલે એ શ્રુતકેવલી તો ખરા જ. બધા જ ગણધરભગવાને શ્રુતકેવલી તો હોય જ. એ પણ, એ મહાપુરૂષેની મેટી લક્ષ્મી ગણાય. આથી જ, તેમના નામનું ઉચ્ચારણ કરતાં, તેમના નામની પૂર્વે શ્રીમત્ શબ્દને પ્રવેશ કરવામાં આવ્યું છે.. ગણધરભગવાનને ય ઉપકાર :
અત્ર કેઈ કહેશે કે “ભગવતે કહ્યું ત્યારે ગણધરેએ ગુંચ્યું ને? ભગવતે કહ્યું જ ન હોત, તો ગણધરે ગુંથત શી રીતિએ? માટે ઉપકાર તે ભગવાનને !” તે એ વાત બરાબર નથી. કહેનારને ઉપકાર તે છે જ, પરંતુ ગુંથનારન ચ ઉપકાર છે. ગણધરેએ દ્વારશાંગીને ગુંથી, તે તેની