________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૭૩ ભાવના હોય, તે જે કર્મના પરવશપણાથી ચારિત્રને સેવી શકતો ન હોય, તો એને કર્મનું પરવશપણું વધારે ખટકવું જોઈએ ને? તમને કર્મનું પરવશપણું ખટકે છે ખરું? વારંવાર તમને એમ થાય છે કે-ક્યારે મારું કર્મ નબળું પડે અને
ક્યારે હું ભગવાને કહેલા માર્ગને મન-વચન-કાયાથી આરધક બનું? ક્યારે હું સંસારને તજીને સંયમને સેવનારે બનું, એમ થાય છે? એવું કાંઈ થતું ન હોય અને કર્મના જેરની વાત કરવી, એ તે બહાનું માત્ર છે. ચાર અતિશય સાથે પ્રગટે છેઃ - ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીના નામની પૂર્વે ટીકાકાર મહર્ષિએ વાપરેલા શ્રી શબ્દ ઉપરથી આ બધી વાતો થઈ. ભગવાનના નામની સાથે “શ્રીની યોજના, એ એમ સૂચવે છે કે–ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી જ્ઞાનાતિશયથી સમ્પન્ન હતા. ભગવાન જ્ઞાનાતિશયથી સંપન્ન હતા–એમ કહેવાથી, ભગવાન અપાયાપગમાતિશયથી, પૂજાતિશયથી અને વચનાતિશયથી પણ સમ્પન્ન હતા, એમ સમજાઈ જાય એવું છે કારણ કે-જ્ઞાનાતિશયનું પ્રગટીકરણ, ભગવાન વીતરાગ બને તે પછીથી જ થાય છે અને ભગવાન વીતરાગ બનતાંની સાથે જ, અપાયાપગમાતિશય પ્રગટ થાય છે. અપાયાપગમાતિશયના અને જ્ઞાનાતિશયના પ્રગટીકરણ વચ્ચે જેમ સમયનું કાંઈ ખાસ છેટું હોતું નથી, તેમ જ્ઞાનાતિશયના પ્રગટીકરણ પછી તરતમાં જ પૂજાતિશય અને વચનાતિશય-એ બે અતિશય પ્રગટ થઈ જ જાય છે; એટલે ભગવાનના ચારેય અતિશય સાથે પ્રગટે છે, એમ પણ સ્કૂલ રીતિએ કહેવું હોય તો કહી