________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
એ મહામુનિ ભૂલી જતા, છતાં ગભરાતા નહિ. “મોષતુષ' તે “માતુ” પણ એનું રટણ તે એ કર્યા જ કરતા હતા ને? અને જ્યાં કઈ યાદ આપે, ત્યાં શુદ્ધ પદને ગેખવાને પ્રયત્ન પણ કરતા હતા ને? એટલે ભૂલ થઈ જાય, મહેનત કરવા છતાં ય તત્કાલ સફળતા ન મળે–એ બધું સંભવિત છે, પરંતુ પ્રયત્ન જે બરાબર જારી રાખ્યો હોય, તે ચેય યારી આપ્યા વિના રહે જ નહિ. જ્ઞાન-જ્ઞાની-જ્ઞાનનાં સાધનેની આશાતના :
એ મહામુનિ તે, જ્ઞાને પાર્જનને એટલે બધે પ્રયત્ન કરતા હતા, પણ એમની જેમણે હાંસી અને નિન્દા કરી હશે, તેમણે કેવું કર્મ ઉપાર્યું હશે ? જ્ઞાનને માટે અવિરત પ્રયત્ન કર્યા કરનારા મહામુનિની હાંસી અને નિન્દા કરવાથી, કેવું ઘેર જ્ઞાનાવરણીય કર્મ બંધાય ? તેમાં ય, આ તે પાછા ચારિત્રશીલ મહાપુરૂષ હતા ! આજે પણ આવી ગંભીર ભૂલ ઘણાઓ કરે છે. કેઈ બાલવામાં જરાક ભૂલ કરે, એટલે મશ્કરી કરે. કર્મના ઉદયવાળાઓની મશ્કરી કરવી, એ પોતે, એના કરતાં પણ વધારે ભારે કર્મના બેજથી ભારે બનવા જેવું છે. એ મહામુનિએ જ્યારે તેવા પ્રકારનું જ્ઞાનાવરણય કર્મ ઉપાર્યું હશે, ત્યારે કાંઈક ગંભીર પ્રકારની જ્ઞાનની અગર જ્ઞાનીની અગર જ્ઞાનનાં સાધનોની આશાતના તે કરી હશે ને ? એ વગર કાંઈ આવું ભયંકર કેટિનું જ્ઞાનાવરણીય કર્મ બંધાય ખરું? ત્યારે વિચાર એ કરવો જોઈએ કે-આપણે જાણતા અજાણતાં પણ કઈ જ્ઞાનીની કે જ્ઞાનના સાધનની અથવા તો જ્ઞાનની આશાતના થાય, એવું તો