________________
ખીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના
૬૯
'
,,
મુનિએ અન્તર્મુહૂર્ત માત્ર જેટલા સમયમાં જ, ચારે ધાતિકર્માને ક્ષીણ કરી નાખ્યાં અને એમ એ મહામુનિ પહેલાં શ્રી વીતરાગ બન્યા અને તરત જ અનન્તજ્ઞાની પણ અન્યા. ‘આ ષ, મા તુષ ” એટલાં પદાનું જ્ઞાન તેા શું, પરન્તુ એ મહામુનિને જગતમાં જેટલા જીવ-અજીવાદિ પદાર્થો છે તેનું અને તેના સર્વે પર્યાયાનું પણ સર્વકાલીન જ્ઞાન થયું. આવા મહામુનિઓને તેા, આપણે ક્રોડ ક્રોડ વાર નમીએ. સભ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર–ઉભયની પ્રેરણા, આ મહામુનિના જીવનમાંથી મળી રહે છે.
ગૃહસ્થવેષમાં છતાં ગૃહસ્થભાવમાં નહિ ઃ
આપણે તે, એ વાત વિચારી રહ્યા હતા કે જ્ઞાનને અને ચારિત્રને એવા સંબંધ છે કે જ્ઞાનના નામે પણ ચારિત્રની અવગણના કરી શકાય નહિ. ચારિત્રની પ્રાપ્તિમાં જેમ જ્ઞાન સહાયક અને છે, તેમ જ્ઞાનની પ્રાપ્તિમાં ચારિત્ર પણ સહાયક અને છે; અને સર્વોત્તમ કેટિનું જ્ઞાન તે, સર્વોત્તમ કેટિના ચારિત્ર વિના પ્રાપ્ત થતું જ નથી. અત્ર કેાઈ એવા પ્રશ્ન કરે એ સંભવિત છે કે–જો સર્વોત્તમ કોટિના ચારિત્ર વિના સર્વોત્તમ કોટિનું જ્ઞાન પ્રગટતું જ નથી, તેા પછી જેએ ગૃહસ્થપણે કેવલજ્ઞાની અન્યા, તે શી રીતિએ કેવલજ્ઞાની અન્યા ?? આવા પ્રશ્ન પૂછનારે સમજવું જોઇએ કે—આ માત્ર બાહ્ય ચારિત્રની જ વાત નથી. માત્ર બાહ્ય ચારિત્ર તે, વધુમાં વધુ, નવમા ત્રૈવેયક સુધીની સ્થિતિને જ પમાડી શકે છે; પરન્તુ જ્યારે બાહ્ય ચારિત્રની સાથે અન્તઃભાવના સુયેાગ સષાય છે, ત્યારે જ એ ચારિત્ર મેાક્ષદાયક નિવડે છે. વળી,