________________
બીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના
નહિ કે-આ પહેલાં કેવલજ્ઞાની થયેલા છે, માટે પછીથી જે કેવલજ્ઞાની થયા હોય તે એમને વન્દન કરે. આથી, શ્રી બાહુબલિજીએ નિર્ણય કર્યો કે-પહેલાં હું કેવલજ્ઞાનને ઉપાછું અને તે પછીથી ભગવાનની પાસે જાઉં !” એટલે કેવલી બનેલા પૂર્વદીક્ષિત નાના ભાઈઓને વન્દન કરવામાં એમને નાનમ લાગી ને ? ' પણ એમ જે નાનમ લાગી, તે નડી કેટલી? કેવલજ્ઞાનને પ્રગટવા જ દે નહિ, એવી નડી ! જ્યારે બ્રાહ્મીના શબ્દોથી એ પ્રતિબંધને પામ્યા અને જ્યાં પિતાના નાના ભાઈઓને પણ વન્દન કરવાના વિચારથી પગ ઉપાડ્યો, ત્યાં જ તેમને કેવલજ્ઞાન થયું. એટલે કેવલજ્ઞાન અટકેલું કેટલા પૂરતું? નાનમ લાગ્યાના ભાવે જ કેવલજ્ઞાનને અટકાવેલું ને? પૂને નમવામાં જ મેટપઃ
નમસ્કરણીય પૂજ્યને નમસ્કાર કરવામાં નાનમ માનવાની હોય જ નહિ. એ જે નાનમ હોય, તે પણ એમાં મેટપને આપવાની મહાન શક્તિ રહેલી છે, જ્યારે એ કહેવાતી નાનમથી જેઓ નાસતા–ભાગતા ફરે છે, તેઓ તે વધારે ને વધારે નાના બનતા જાય છે અને ખરેખરી મોટપ જ તેમનાથી ભાગતી ફરે છે. એટલે વિવેકી આત્માઓએ તો, સદાને માટે, નમસ્કરણીય પૂજને શુદ્ધ આશયથી શુદ્ધ ભાવે નમવામાં જ, મોટપ માનવી જોઈએ. શ્રી સુધર્માસ્વામીજીને નમસ્કારઃ
ટીકાકાર આચાર્યભગવાને જેમ ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને નમસ્કાર કર્યો છે, તેમ તે પછીથી તરત જ પાંચમા