________________
૭૮
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીને પણ નમસ્કાર કર્યો છે. પહેલા ગણધરભગવાન તે શ્રી ગૌતમસ્વામીજી મહારાજા થયા છે; છતાં પણ અહીં શ્રી સુધર્માસ્વામીજીનું નામ દઈને જે નમસ્કાર કરવામાં આવ્યો છે, તેમાં વિશિષ્ટ હેતુ રહેલે છે. જે અંગસૂત્રની ટીકાની રચના કરવાને માટે ટીકાકાર મહર્ષિ ઉઘત બન્યા છે, તે અંગસૂત્રના ગ્રથયિતા ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજી છે.
ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીએ તો અર્થથી દ્વાદશાંગી કહી, પરંતુ એ અર્થને સૂત્રાકારે ગુખ્ય કેણે? ગણધરભગવાનેએ. આપણે શરૂઆતમાં એ વાત વિચારી આવ્યા છીએ કે–ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીના શાસનમાં કુલ અગીઆર દ્વાંદશાંગીએ રચાઈ હતી ? કારણ કે–ભગવાને અગીઆર ગણધરની સ્થાપના કરી હતી અને એ દરેક ગણધરભગવાએ પોતપોતાની દ્વાદશાંગીની રચના કરી હતી. એ અગીઆર દ્વાદશાંગીઓમાં, એક માત્ર પાંચમા ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ રચેલી દ્વાદશાંગી જ, શ્રી વીર પ્રભુના. શાસનમાં પરંપરાએ પ્રવર્તમાન રહી.
ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ ગણધરોની સ્થાપના. કરતાં, સૌથી પહેલાં શ્રી ગૌતમસ્વામીજીના મસ્તક ઉપર, વાસક્ષેપ કર્યો હતે; પરન્તુ તે પછીથી તરત જ પાંચમા ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીને આગળ રાખીને ગણની અનુજ્ઞા આપી હતી, કારણ કે–અગીઆરેય ગણધરેમાં ચિરંજીવ ગણધર એ જ હતા.
બીજા બધા ય ગણધરેએ અન્તમાં પોતપોતાને ગણ શ્રી સુધર્માસ્વામીજીને જ સુપ્રત કર્યો હતો. આથી, ભગવાન શ્રી