________________
૭૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જ આવત નહિ. એમણે તો જે વિચાર આવ્યું, તે જ તેને નિર્ણય કરીને, તેનો અમલ પણ કરી દીધું.
એમાં ય, એક વાત તો હતી જ કે-“સંસારને તજી દઉં તે હા, પરન્તુ ભરતની તાબેદારીને તે સ્વીકારું જ નહિ.” જે કે–ચ કર્યો ત્યારે સ્થિતિ જુદી હતી. મહારાજા શ્રી ભરતને મારવાને માટે જ તેમણે મુષ્ટિ ઉપાડી હતી, પણ મુષ્ટિ ઉપાડી અને વિચાર આવ્યો કે-“આનું પરિણામ શું? મહા અનર્થ! મેટા ભાઈનું મૃત્યુ ! મારા જ હાથે ? બસ, એ જ વખતે વૈરાગ્ય જોરદાર બન્યો ને શ્રી ભરત મહારાજાને મારવાને માટે ઉપાડેલી મુર્ડિંથી જ, પોતે પોતાના મસ્તક ઉપરના કેશેને લોન્ચ કર્યો. પણ એ, શ્રી ભરત મહારાજાને મારવાને માટે મુષ્ઠિ ઉપાડવાને પ્રસંગ, શાથી ઉભો થયો? શ્રી ભરત મહારાજાની તાબેદારીને સ્વીકાર કરવો નહોતે માટે!
એ નિમિત્ત, શ્રી બાહુબલિજી વૈરાગ્યના સ્વામી બનીને સંયમી તે બન્યા, પણ માનકષાય ત્યાં ય પોતાનું જોર અજમાવે છે. શ્રી બાહુબલિજીને વિચાર આવે છે કે અત્યારે જે હું પિતાજીની પાસે જઈશ, તે મારે મારા પૂર્વદીક્ષિત કેવલજ્ઞાની એવા નાના ભાઈઓને વન્દન કરવું પડશે, આથી પહેલાં હું કઠેર સંયમને સાધીને કેવલજ્ઞાની બનું અને તે પછીથી જ પિતાજી એટલે ભગવાન શ્રી રાષભદેવસ્વામીજીની સેવામાં જાઉં, કે જેથી મારે મારા એ નાના ભાઈઓને વન્દન કરવું પડે નહિ.” | શ્રી બાહુબલિજી જાણતા હતા કે-કેવલજ્ઞાની કેવલજ્ઞાનીને વાંદે એવે વ્યવહાર નથી. કેવલજ્ઞાની મુનિઓ ખૂદ ભગવાનને પણ વન્દન કરે નહિ. કેવલજ્ઞાનીઓમાં એમ જેવાનું