________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જે જે પુણ્યાત્માઓ ગૃહસ્થવેષમાં રહ્યા થકા કેવલજ્ઞાનને પામ્યા છે, તે તે પુણ્યાત્માઓ તે વખતે બાહ્ય દષ્ટિએ ભલે ગૃહસ્થવેષમાં હતા, પરંતુ આભ્યન્તર દષ્ટિએ તો તેઓ ગૃહસ્થભાવમાં વર્તતા નહતા. એ પુણ્યવાનેએ પણ ક્ષપકશ્રેણિ માંડેલી જ. એ પુણ્યવાને પણ સર્વોત્તમ કેટિના ચારિત્રના પરિણામેના સ્વામી બનેલા જ અને તે પછીથી જ તેઓ કેવલજ્ઞાનને પ્રગટાવવાને માટે સમર્થ બન્યા હતા. એવા પુણ્યાત્માઓ, ક્ષપકશ્રેણિ માંડતાં પહેલાં પણ, ચારિત્રની ભાવનાવાળા તો ખરા જ. એ તો એમને એમનું ચારિત્રહ કર્મ નડતર રૂપ હતું, માટે તેઓ સંસારમાં રહેલા હતા. સંસારમાં રહેવા છતાં પણ, એમનું હૈયું સંસારમાં રહેવાને માટે રાજી નહતું જ. પ્રયત્ન જારી રાખે તે ધેય યારી આપેઃ
અહીં, ખરી વાત તો એ વિચારવા લાયક છે કેકમને ઉદય ગમે તેટલું જોરદાર હય, તેમ છતાં પણ જે આત્મા ધીરજથી પિતાના પુરૂષાર્થને ચાલુ રાખે છે, તે આત્મા કેવી સફળતાને પ્રાપ્ત કરી શકે છે !” જ્ઞાનાવરણીય કર્મના ઉદયનું જેર કેવું? “મા હક, મા તુષ” એટલું પણ યાદ રહી શકે નહિ એવું! અને બાર વર્ષે પરિણામ કેવું આવ્યું અનન્તજ્ઞાનનું સંપાદન ! કર્મના જોરદાર ઉદયની સામે પણ આગળ ધયે જવાનો પ્રયત્ન જારી રાખનારાઓ જરૂર ફાવી જાય છે. કર્મના ઉદયને જાણીને નિઃસત્ત્વ બનવું નહિ. કર્મના ઉદયને જાણીને વિચાર કરે કેઆ જેમ જેર કરે, તેમ મારે આને તોડવાને પ્રયત્ન કરવો. એમ કરતાં પડી ય જવાય, પાછા ય પડાય, પણ એને એ પ્રયત્ન જારી રાખવે.”