________________
-----
-
------------
--
-
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને તપ એ કાંઈ દ્વહનના કાળમાં જ કરવાની વસ્તુ છે, એવું પણ નથી. એક માત્ર મેક્ષની સાધનાને માટે જ સંસારને તજી દઈને સંયમને સ્વીકારનારા મુનિઓ, તપના ઘણા અથી હોય છે કારણ કે–નિર્જરાના પરમ કારણ તરીકે ભગવાને તપને જ જણાવેલ છે. મુનિજીવનમાં તપનું સ્થાન નિત્યનું છે, પણ નૈમિત્તિક નથી. એ જ કારણસર, મુનિઓ આહારને વાપરવા છતાં પણ ઉપવાસી ગણાય છે. આહારને લીધા વિના તપ કરવાની સ્થિતિ રહે તેમ નથી–એવું લાગે, ત્યારે મુનિએ નિર્દોષ આહારને ગ્રહણ કરે. એમ આહાર લેતા મુનિઓ,
જ્યાં તપ કરવા જોગી સ્થિતિ લાગે, ત્યાં તપ કર્યા વિના રહે નહિ. વળી, બાર પ્રકારના તપની અપેક્ષાએ વિચાર કરીએ, તે મુનિઓનું જીવન તપથી રહિત હોય, એવું બને જ -નહિ. મુનિ હોવા છતાં પણ જે તપથી કંટાળે, તપથી ભાગે, તેનાથી મુક્તિ પણ ભાગે. કદાચ એનું મુનિજીવન રમણીય બન્યું રહેવાને બદલે, રૌદ્રસ્વરૂપને ધરનારું બની જાય. એટલે મુનિએનું લક્ષ્ય સદા તપ તરફ પણ હોય જ. કેવાં પદ ગેખવાને આપ્યાં?
એ મહામુનિના જ્ઞાનાવરણીય કર્મના જોરદાર પ્રતાપવાળા ઉદયના પ્રતાપને જોઈએ, એ મહામુનિને આરાધનામાં જ રાખવાને માટે તથા તેમનું જ્ઞાનાવરણીય કર્મ કેમે કરીને ક્ષીણતાને પામે એ હેતુથી, એ મહામુનિના ગુરૂ મહારાજાએ, તેમને એટલું જ માત્ર ગેખ્યા કરવા રૂપ પ્રયત્ન કરવાનું જણાવ્યું કે “ા ૨૫, ના તુષા” પિતાના ગુરૂ મહારાજાની આજ્ઞા મુજબ, એ મહામુનિ, “મા, મા તુ”એટલાં જ