________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૬૫. સશુરૂએ પણ, એ મહામુનિમાં યોગ્યતા જોઈને, યોગદ્વહન કરાવવાપૂર્વક એ મહામુનિને શ્રી આવશ્યકસૂત્રની અનુજ્ઞા. આપી. શ્રી આવશ્યક સૂત્ર આદિની અનુજ્ઞા આપ્યા બાદ, એ સદગુરૂએ, એ મહામુનિને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પેગ કરાવવા માંડ્યા. સદગુરૂઓ, સુગ્ય શિષ્યને, ચારિત્રસંપદા અને જ્ઞાનસંપદામાં વધાર્યા કરે, એ તદ્દન સ્વાભાવિક જ છે. જ્ઞાનાવરણીય કર્મને જોરદાર ઉદય ઃ
હવે બન્યું એવું કે જે વખતે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ગ ચાલુ હતા અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની વાચના ચાલુ હતી, તે સમય દરમીઆનમાં, એ મહામુનિને, ભવિતવ્યતાને વશ, પૂર્વસંચિત એવા જ્ઞાનાવરણીય કર્મને ઉદય થયે. જ્ઞાનાવરણીય કર્મના એ જોરદાર ઉદયના પ્રતાપે, એ મહામુનિ, કાંઈ પણ યાદ રાખવાને માટે અશક્ત બની ગયા. એમને એક શબ્દ પણ પૂરે યાદ રહે નહિ, એવી કારમી સ્થિતિ પેદા થઈ જવા પામી. એમના ગુરૂમહારાજને પણ એમ થઈ ગયું કે હવે કરવું શું? આ મહામુનિએ તે, જ્યાં સુધી યાદ રહે નહિ ત્યાં સુધી આગળ વાચના લેવી જ નહિ-- એ નિર્ણય કર્યો અને યોગને તપ જારી રાખે. મુનિ અને તપઃ
એમના હૈયામાં એ ભાવ હતું જ નહિ કે-ક્યારે તપથી છૂટાય ! યોગોહનના તપને, એ મહામુનિ, બન્ધન રૂપ માનતા નહોતા. એ મહામુનિ તે માનતા હતા કે–ભગવાને સૂત્રદાન દ્વહનપૂર્વક દેવાનું ફરમાવ્યું છે, માટે યોગદ્વહન પણ જ્ઞાનાવરણીય કર્મની નિર્જરાનું કારણ છે. વળી,