________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
કદી પણ આવે છે ખરા ? તમારા પુણ્ય તમને જે ધર્મસામગ્રી મેળવી આપી છે, તે ધર્મસામગ્રીની કિંમત તમે તમારા હૈયામાં આંકી છે? સંસારસુખની સામગ્રીની કિંમત તમારા મનમાં કેટલી વસેલી છે-એ કાંઈ અજાણ્યું નથી, પણ ધર્મસામગ્રીની–મોક્ષસુખની સાધક બને એવી સામગ્રીની કિંમત તમારા મનમાં કેટલી વસેલી છે–એ તો બહુ નિરાશા ઉપજાવે એવી બાબત છે ને ? સરૂને સુગ ફળે ક્યારે ? એ સુગની કિંમત સમજાય ત્યારે ને? સદ્દગુરૂના સુયોગની કિંમત ક્યારે સમજાય? તમે આત્માના સ્વરૂપાદિને વિચાર કરે ત્યારે ને ? તમને આ વાતને સાંભળતાં, હૈયે એ ય ચીરાડે પડ્યો ખરે કે-એક ભરવાડને ત્યાં જન્મેલે મોટી ઉમ્મરને માણસ પણ જે માત્ર એક વારના સદ્ગુરૂના સુગમાં આટલું બધું પામી ગયે,તે મને લગભગ રેજને અને તે ય પ્રાયઃ બાલપણથી સદ્દગુરૂને સુગ થયેલ હોવા છતાં પણ, મારામાં એવી તે શી ખામી છે, કે જેને લઈને મને એ ભરવાડપુત્ર એટલે પણ આ સશુરૂને સુગ ફળ નથી? જ્ઞાન જાણવાને માટે જ નથી પણ આચરવાને માટે છે:
આવાં દૃષ્ટાંતે તે આત્માને જગવનારાં નિવડે, પણ તમે વિચાર કરે તે ને? કથા કાંઈ કથારસથી સાંભળવાની નથી, પણ એમને સારા પિતાના આચરણમાં ઉતારવાને માટે કથાને સાંભળવાની છે. તમને ખબર તે છે ને કે-જ્ઞાન, એ. માત્ર જાણવાને માટે જ નથી, પણ આચરવાને માટે છે? ખરે જ્ઞાની ક ? જે ખરાને ખરું અને બેટાને ખોટું સમજે, તે જ ખરે જ્ઞાની-એમ નહિ; ખરે જ્ઞાની તે તે, કે