________________
શ્રીજો ભાગ—શાસ્ત્રપ્રસ્તાવના
૬૧
નામનું ચારિત્ર છે. યથાખ્યાત ચારિત્ર એટલે ભગવાને જેવું એકાન્તે નિર્મલ ચારિત્ર કહ્યું છે, તેવું નિર્મલ ચારિત્ર; કાઈ પણ પ્રકારના અતિચારની સંભાવનાથી પણ રહિત એવું તદ્દન સુવિશુદ્ધ ચારિત્ર. એ ચારિત્રને પામેલા આત્મા જ વીતરાગ અન્યા થકા કેવલજ્ઞાનને ઉપાર્જે છે. ચારિત્રપ્રેમ સાથે જ્ઞાનપ્રેમના સંબંધ:
એટલે, જ્ઞાનની અધિકતાના અને જ્ઞાનની નિર્મલતાના અર્થિએ, કદી પણ ચારિત્રની ઉપેક્ષા નહિ જ કરવી જોઇએ. બીજ જેમ સુંદર અને સડા વગરનું હોય છે, તેમ તેનું ફળ પણ તેવું જ હોય છે, જેને ચારિત્રના પ્રેમ નથી, તેના જ્ઞાનના પ્રેમ, એ સાચા જ્ઞાનપ્રેમ જ નથી. જ્ઞાનના પ્રેમી, ચારિત્રના પ્રેમી ન હોય, એ અને જ નહિ. સાચા જ્ઞાની તે છે, જ્ઞાનના સાચા અર્થી પણ તે છે, કે જે પેાતાના રાગ-દ્વેષને ક્ષીણ કરી નાખવાને ઈચ્છે છે; અને રાગ-દ્વેષને ક્ષીણ કરી નાખવાનું અમેઘ સાધન ચારિત્ર છે. આથી, જેઓ આજે જ્ઞાનના નામે ચારિત્રાચારોની અવગણના કરવામાં હિત જૂએ છે અગર તા પેાતાના જ્ઞાનના રસના નામે પેાતાની ચારિત્રશીલતાની ખામીને બચાવ કરે છે, તે વસ્તુત: જ્ઞાનના ઉપાસક છે કે નહિ, તે તેમણે પોતે જ વિચારવાની જરૂર છે. શ્રી ભાષરુષ મુનિવર :
તમને ‘ માષતુષ ’ એવા નામથી એવા નામથી ઓળખાતા મુનિવરના પ્રસંગની ખખર છે ? એમને જ્ઞાનાવરણીય કર્મના ઉદય એવા તા જોરદાર થઈ ગયેલા, કે જેથી એ મહામુનિ, લાખ પ્રયત્ને પણ ‘મા ’અને ‘મા સુષ’