________________
=
=
=
=
=
=
==
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૫૯ એ જ રીતિએ, કેવલજ્ઞાન પ્રગટ થતાંની સાથે જ પૂજાતિશય અને વચનપતિશય પ્રગટે છે, કેમ કે-કે પણ ભગવાનને કેવલજ્ઞાન થતાંની સાથે જ, દેવતાઓ આવીને સમવસરણની રચના કરે છે તેમ જ ત્યારથી આઠ પ્રાતિહાર્યો ભગવાનના જીવનભરના સાથીદારે બની જાય છે. કેવલજ્ઞાની ભગવાન જ્યાં સુધી સદેહે વિચરે છે, ત્યાં સુધી એ તારકની સેવામાં ઓછામાં ઓછા એક કરેડ દેવતાઓ તે, સદાને માટે, સાથે રહે છે. આ બધે પૂજાતિશય છે. આમ તે, ભગવાન જ્યારથી રવે અગર ઉદ્વર્તન પામે અને માતાના ગર્ભમાં આવે, ત્યારથી જ દેવેન્દ્રાદિથી પૂજાવા માંડે છે, પરતુ ભગવાન પૂજાયા જ કરે એવા પ્રકારને જે પૂજાતિશય, તે તે કેવલજ્ઞાન થતાંની સાથે તરતમાં જ પ્રગટે છે.
જેમ પૂજાતિશય કેવલજ્ઞાન થતાં તરતમાં જ પ્રગટે છે, તેમ ભગવાનને વચનાતિશય પણ કેવલજ્ઞાન થતાં તરતમાં જ પ્રગટે છે. એ તારક બેલે એક ભાષામાં ને સાંભળનાર સૌને ભગવાન પિતાપિતાની ભાષામાં બોલતા હોય એવું લાગે. દે ને માનવે જ સમજી શકે–એમ નહિ, પણ પશુપંખીઓ પણ સમજી શકે. ભગવાન કેઈ વાત કહે અને એ વાત નહિ સમજાવાથી મનમાં જ્યાં સંશય પેિદા થાય, ત્યાં તે એને એને સંશય ભેદાઈ જાય એવું સાંભળવાને મળે. એને થાય કે-ભગવાન મારા મનમાં હમણાં જ ઉત્પન્ન થવા પામેલા સંશયને સમજી ગયા અને તેને ખૂલાસે આપી દીધા. ભગવાનની દેશના ચાલે, તે જાણે મધુર સંગીત ચાલી રહ્યું એવું લાગે. ગમે તેવો મિથ્યાદષ્ટિ જીવ પણ, ભગવાનના વચનને વિરોધ કરી શકે નહિ. આ બધે ભગવાનના વચના