________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને તિશય પ્રભાવ છે. આપણે મુદ્દો તે એ છે કે-એક માત્ર જ્ઞાનાતિશયને કહેવા માત્રથી પણ, ભગવાનના ચારેય અતિશયે કહેવાઈ જાય છે. સર્વોત્તમ કટિના ચારિત્ર વિના સર્વોત્તમ કોટિનું જ્ઞાન
પ્રગટે જ નહિ : ભગવાન અનન્તજ્ઞાની છે, માટે તેમને કરવામાં આવેલ નમસ્કાર, આપણા જ્ઞાનાવરણને કમ કરે છે, દૂર કરે છે. જ્ઞાનીને નમતાં, જ્ઞાનીને વિનય કરતાં, જ્ઞાનીની ઉપાસના કરતાં, જ્ઞાનીને અનુસરતાં જ્ઞાન આવે, તેમ તેમની આશાતેના કરતાં, તેમના કહેલાથી વિપરીત પણે વર્તતાં, તેમની નિન્દા કરતાં, તેમનું યથાશક્તિ એગ્ય બહુમાન નહિ કરતાં, આપણા જ્ઞાનની હાનિ થાય છે-આપણું જે જ્ઞાનાવરણ કર્મ છે, તે જોરદાર બને છે. એ જ રીતિએ, ચારિત્રવાનને નમતાં ચારિત્ર મળે છે. ચારિત્રને અને જ્ઞાનને જે તે સંબંધ નથી. માત્ર જ્ઞાનથી પણ મુક્તિ મળે નહિ અને માત્ર ચારિત્રની ક્રિયાઓથી પણ મુક્તિ મળે નહિ. મુક્તિ માટે તેનું જ્ઞાન પણ જોઈએ અને ચારિત્ર પણ જોઈએ. આમ તે, ચારિત્ર એ જ્ઞાનનું ફળ છે જ્ઞાન જે જ્ઞાન રૂપ હય, એટલે કે-જ્ઞાન જે સમ્યજ્ઞાન હોય, તે એનું ખરેખરું ફલ ચારિત્ર જ છે, પરંતુ એ વાતને કદી પણ નહિ ભૂલવી જોઈએ કે-સર્વોત્તમ કેટિનું ચારિત્ર આવ્યા વિના, કદી પણ, સર્વોત્તમ કેટિના જ્ઞાની બની શકાતું નથી. કેવલજ્ઞાની કેણ બની શકે ? જે યથાખ્યાત નામના સર્વોત્તમ કેટિના ચારિત્રને સ્વામી બને તે ! સામાયિકાદિ પાંચ પ્રકારનાં ચારિત્રે છે. તેમાં પાંચમું યથાખ્યાત
શકાયા વિના નહિ ભૂલવીએ,