________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જે જેટલું જાણે તે યથાર્થ સ્વરૂપે જાણે અને એ જાણપણાને ઉપયોગ કરીને છેટાને છોડવાને માટે અને ખરાને સ્વીકારવાને માટે ઉદ્યમશીલ બને. “આ તજવા જેવું છે અને આ આચરવા જેવું છે–એવી ખાલી વાતો કરે, પણ જે તજવા જેવું છે તેને હું કેમ તજી શકું અને જે આચરવા જેવું છે તેને હું કેમ આચરી શકું –એ વિચાર કરીને, એ વિચારને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરે નહિ, એ માણસ ગમે તેટલું ભણેલો હોય, ગમે તે જાણકાર હોય, તે પણ વસ્તુતઃ જ્ઞાની નથી. સમ્યજ્ઞાન, સમ્યગાચારમાં વર્તતા બનવાની ભાવનાને પેદા કર્યા વિના રહે જ નહિ. એટલે જ્ઞાન માત્ર જાણવાને માટે નથી, પણ આચરવાને માટે છે. આ દષ્ટિએ જે તમે સાંભળતા હે, તો પેલા ભરવાડને સદ્ગુરૂને સુગ ફ–એ વાતને સાંભળતાંની સાથે જ, તમને તમારે વિચાર આવે. તમને એમ થાય કે–એમને સદ્ગુરૂને સુગ જે મળે તે ફળે અને મને હજુ પણ સશુરૂને સુગ જે ફળ જોઈએ, તે કેમ ફ નથી?” અને આમ લાગે, એટલે અત્યાર સુધીમાં સદગુરૂને સુયોગ જેટલે અંશે ન ફળ્યો હોય, એટલે અંશે સદ્ગુરૂને સુયોગ નહિ ફળવા બદલ, તમારા હૈયામાં દુઃખ પેદા થાય તેમ જ એ દુઃખ તમારા હૈયામાં “સગુરૂને સુગ હવે કેમ ફળે?—એ માટે પ્રયત્ન કરવાના વિચારને જન્માવે. ગદ્વહન
જે પુણ્યવાનને પ્રસંગ ચાલી રહ્યો છે, તે દીક્ષિત બન્યા અને સદગુરૂની આજ્ઞા મુજબ સંયમનું પાલન કરવા લાગ્યા.