________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૫૭
શુકનનું ફળ રહી જાય અને ખરાબ શબ્દનું ફળ આવી મળે. તમે કઈક કામે જતા છે અને એ વખતે અચાનક જે તમારા કાને એવા ભાવાર્થના શબ્દો પડે કે-“તારું કામ સિદ્ધ થશે” અથવા તે “તું ફાવીશ” તો એવા પ્રકારના શબ્દ એવા ભાવિના સૂચક ગણાય કે–તમે જે કામે જઈ રહ્યા છે, તે કામમાં તમે જરૂર સફળ નિવડવાના ! કઈ પણ કાર્યાર્થે જવાની વાત થાય અને તમે કહે કે- એ કાર્ય મારાથી નહિ થાય તે?” તે વસ્તુ તમારી ભાવિ નિષ્કલતાની સૂચક ગણાય. આમ શબ્દનું પણ ઘણું મહત્ત્વ છે. -
આ દષ્ટિએ વિચારીએ, તો આપણને એવી કલ્પના કરવાનું મન થઈ જાય કે-ટીકાકાર મહર્ષિના હૈયામાં જે વર્ધમાનભાવ રહેશે, તે સફલ થવાને હેવાથી, તેવા જ નામથી તેમને ભગવાનને નમસ્કાર કરવાનું મન થયું. - ચાર અતિશય : ' 'હવે “ના જીવયંનાના” એમાં વર્ધમાન પૂર્વે જે શ્રી શબ્દ વાપરવામાં આવેલ છે, તે શું સૂચવે છે? એ શ્રી શબ્દ એવું સૂચન કરે છે કે-ભગવાન શ્રીયુક્ત છે. એટલે કેભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી, કે જેઓ શ્રીએ કરીને યુક્ત છે, તેમને નમસ્કાર કરીને–એ પ્રમાણે ટીકાકાર મહર્ષિનું કહેવું છે. ભગવાનની શ્રી એટલે લક્ષ્મી કયી? પ્રધાન લક્ષ્મી તે કેવલજ્ઞાન જ ને ? આ રીતિએ, ટીકાકાર મહષિએ અહીં ભગવાનના સાનાતિશયને સ્પષ્ટ રૂપે જણાવ્ય; અને જ્ઞાનાતિશયને જણાવવા દ્વારા, ટીકાકાર મહર્ષિએ ભગવાનના જે ચાર મુખ્ય અતિશય ગણાય છે, તેને પણ જણાવ્યા–એમ કહી શકાય.