________________
૫૫
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના અને ઈન્દ્રસ્થાપિત હોવા છતાં પણ, ટીકાકાર મહર્ષિએ શ્રી વર્ધમાન એવા નામનું ઉચ્ચારણ કેમ કર્યું? એ માટે આપણે જેઈ આવ્યા કે–શ્રી વર્ધમાન એવું નામ કયા સંગમ સ્થાપિત કરવામાં આવ્યું હતું. અહીં પણ એમ લાગે છે કેટીકાકાર મહર્ષિના હૈયામાં વર્ધમાનભાવ રહેલું છે અને એથી જ એ મહાપુરૂષે “ નયા છીમારી ” એમ નહિ લખતાં, “બપિ ઝીયાવાય ” એમ લખ્યું હોય. ટીકાકાર મહષિને હજુ તે આગળ વધવું છે ને ? નવ અંગસૂત્રની ટીકાની રચના કરવી છે, તેમાં હજુ તે તેમણે ત્રીજા અંગસૂત્ર અને ચોથા અંગસૂત્ર—એ બે અંગસૂત્રની ટીકાઓની રચના કરી છે. આ પંચમાંગ સૂત્રની ટકાની રચના, એ તે તેમની ત્રીજી ટીકારચના છે. આ ત્રીજી ટીકારચનાને પૂર્ણ કરીને, છ ટીકારચનાને કરવાની તેમની ભાવના છે. એમાં ય, આ પાંચમા અંગસૂત્રની ટીકાની રચના કરવી, એ કઈ સાધારણ કાર્ચ નથી, પણ અસાધારણ કાર્ય છે, એમ કહીએ તો પણ ચાલે. એટલે તેમના હૈયામાં વર્ધમાનભાવ રહેલે જ છે અને એ વર્ધમાનભાવને અંગે, અહીં મંગલાચરણમાં વર્તમાન શાસનના નાયકને, શ્રી વર્ધમાન નામથી નમસ્કાર કરે તે ચગ્ય જ છે. શકુન કરતાં શબ્દ આગળા : - અહીં કેઈ કહેશે કે–‘વર્તમાન શાસનના નાયક ભગવાનને શ્રી મહાવીર એવા નામથી સ્મરીને અને એ નામના ઉચ્ચારણુપૂર્વક નમસ્કાર કરીને, ટીકાકાર મહર્ષિએ પિતાના કાર્યને આગળ ધપાવ્યું હતું, તે શું એથી તેમને હેતુ બર આવત નહિ ?” એવું કહેનારને કહેવાય કે શ્રી મહાવીર એના