________________
પર
બીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના ઉતર્યા પણ સૌથી પહેલા.
આથી, એક પછી એક–એમ બધા બાળકેએ, જીતેલા એવા શ્રી વર્ધમાનકુમારને, પિતાની પીઠ ઉપર આરૂઢ કર્યા અને પછી એક ઘોડાની જેમ બે હાથના અને બે પગેના મળીને ચાર પગના દેખાવથી પિતે ચાલ્યા. અનુક્રમે, પેલે બનાવટી રાજકુમાર, કે જે દેવ છે, તેને વારે આવ્યા. તેણે પણ, પહેલાં તે, શ્રી વર્ધમાનકુમારને પોતાની પીઠ ઉપર આરૂઢ કર્યો, પણ શ્રી વર્ધમાનકુમારને પિતાની પીઠ ઉપર આરૂઢ કરીને, તે દેવે, તેમને ક્ષોભ પમાડવાનો પ્રયત્ન આરંભ્ય. - તત્કાલ, એ દુષ્ટ બુદ્ધિવાળે દેવ, વિકરાળ રૂપ કરીને મોટા મેટા પર્વતને પણ નીચા કરે તેમ વધવા લાગે તેના પાતાલ જેવા મુખમાં રહેલી જીભ, તક્ષક જાતિના નાગ જેવી દેખાવા લાગી; ઉંચા પર્વત જેવા તેના માથા ઉપર રહેલા કેશે, દાવાનળની વાલાઓ જેવા દેખાવા લાગ્યા, તેની ભયંકર દાઢે, કરવત જેવી જણાવા લાગી, તેની આંખે, અંગારાથી ભરેલી સઘડીઓના જેવી દેખાવા લાગી; તેનાં નસકેરાં, ગિરિગુફાઓની જેમ ઘોર દેખાવા લાગ્યાં અને તેની બે ભ્રમરે, જાણે બે મોટી સર્પિણીઓ જ હોય એવી દેખાવા લાગી.
આ પ્રમાણે પેલે દેવ પિતાના વિકરાળ રૂપને વધારી રહ્યો હતો, એથી શ્રી વર્ધમાનકુમાર જરા ય ક્ષેભ પામ્યા નહિ. એ તે ત્રણ નિમલ જ્ઞાનેએ સહિત હતા. તરત જ એમણે ઉપયોગ મૂળે કે-આ કેણ છે?” અને શ્રી વર્ધમાનકુમારે જાયું કે–આ દેવ તે મારી પરીક્ષા કરવાને માટે આવેલ છે” એટલે શ્રી વર્ધમાનકુમારે, તે દેવની પીઠ ઉપર એક એવી મુકતી મારી, કે જેથી તે દેવ વામન બની ગયે.