________________
બીજો ભાગ-શસ્ત્રપ્રસ્તાવના
૫૧
એવું લાગ્યું કે સ્વામીનું આ કથન અવિચારી છે, સ્વછન્દી છે અને ઉદ્ધતાઈની ચેષ્ટા સમાન છે, તેમ અહીં પણ ઈર્ષ્યાળુ બનેલાઓને પિતાના વડિલો અને ગુરૂઓ આદિના સંબંધમાં અગ્ર વિચારે આવવા, એ કઈ અસંભવિત વસ્તુ છે? ઈર્ષ્યાળુ, ગુણમાં પણ દોષ જૂએ. જેના પ્રત્યે ઈર્ષાનો ભાવ હાય, તેના જ ગુણને એ દોષ રૂપે જુએ–એમ નહિ, પરંતુ જેના પ્રત્યે ઈર્ષાનો ભાવ હોય, તેની પ્રશંસા કરનારના પણ ગુણને એ દોષ રૂપે જૂએ. ઈર્ષ્યાળુ દોષદષ્ટિવાળે બનીને, અવિનીત આચરણને આચરનારે અને ક્રૂર સ્વભાવવાળે પણ બને. એ એવો વિચાર પણ નહિ કરે કે–“મારી ઈર્ષ્યાના પાપે હું બીજાઓના કેટકેટલા ભૂંડામાં નિમિત્ત બની રહ્યો છું !” પણ પિતાના ભૂંડાનું જેને ભાન નથી, તેને બીજાને વિચાર આવે જ શી રીતિએ? જે ઈર્ષાળુ બને છે, તેનામાં પરનિન્દાને અને સ્વપ્રશંસાને દેષ પણ આવ્યા વિના રહેતે નથી. સજજન બનવાને ઈચ્છતા અને સર્જન બન્યા રહેવાને ઈચ્છતા માણસે, પરનિન્દા અને સ્વપ્રશંસા–એ બને ય દેથી સદાને માટે દૂર રહેવાનો પ્રયત્ન કરે જોઈએ. સારા માણસના મઢે જેમ પરેનિન્દા શેભે નહિ, તેમ સ્વપ્રશંસા પણ શેભે નહિ. પૂર્વકાળનાં કથાનકેમાં કેટલેક સ્થળે એવા પ્રસંગે પણ આવે છે કે–ઉત્તમ આત્માઓ પોતાના મુખે પિતે કયા કુળના છે અને ક્યા સ્થાનના છે, એ વિગેરેને પરિચય આપવાનું પણ પસંદ કરતા નહિ. દેવ ભ પમાડવાને માટે જાતે આવ્યો? - પિલ દેવ વિચાર કરે છે કે-અચિન્ય માહામ્યવાળા