________________
૫૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કેટલું જબ્બર પરાક્રમ ? આ પ્રમાણે શ્રી વર્ધમાનકુમારની વીરતાને અને ધીરતાને અનુભવ થવાથી, તે દેવ ભગવાનને નમી પડ્યો અને પ્રભુને ખમાવીને તે પોતાના સ્થાનકે ચાલ્યો ગયો. આ પ્રસંગને અનુલક્ષીને પણ ઈન્દ્ર શ્રી વર્ધમાનકુમારનું વીર એવું નામ સ્થાપિત કર્યાનું કહેવાય છે. યોગ્યતા પહેલા જોઈએ? - અયોગ્ય આત્માઓની પાસે, ઉત્તમ પણ આત્માઓની પ્રશંસા કરવામાં ય, કેટલું બધું જોખમ રહેલું છે? એકને પ્રશંસા કરવાનું મન થાય અને એકને પાડવાનું મન થાય, એવું નાટક તે, આ સંસારમાં ઠામ ઠામ ચાલી રહ્યું છે. આ પ્રસંગ ઉપરથી બેધ લેવા જેવું છે. કો? બનવાને ! લાયકાત કેળવવાને ! કારણ કે–દરેકે દરેક સારી વસ્તુ લાયકાતની અપેક્ષા રાખે છે. અરે, હાજરીમાં અયોગ્યતા હોય છે તે દૂધ પણ પચી શકતું નથી, તે પછી આ તે ગુણેની વાત છે. ગુણેની વાતમાં ગ્યતા તે પહેલી જોઈએ. ટીકાકાર મહર્ષિના હૈયાને વર્ધમાનભાવ:
ટીકાકાર મહર્ષિ આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ પંદર વિશેષણ દ્વારા સર્વસામાન્ય શ્રી જિનસ્તુતિ કર્યા બાદ, બીજા લેકની શરૂઆતમાં, આ અવસર્પિણી કાલમાં આ શ્રી ભરતક્ષેત્રને વિષે થઈ ગયેલા ચોવીસ તીર્થકર ભગવાને પૈકીના ચાવીસમા તીર્થકર ભગવાનને, તેમના નામનું ઉચ્ચારણ કરવા પૂર્વક નમસ્કાર કર્યો છે. એને અંગે આપણે અત્યાર સુધીમાં કેટલીક વાતો કરી આવ્યા. તેમાં વાત એ હતી કે–શ્રી મહાવીર એ નામ વિશેષ લેકપ્રચલિત