________________
પર
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ઈન્દો પણ, એક માનવી બાળકને ય ક્ષેભ પમાડી શકે નહિ, એ શું સંભવિત છે?” અર્થાત્ –એને એ અસંભવિત લાગતું હતું. એટલે એ દેવે નિર્ણય કર્યો કે હું પોતે જ ત્યાં જાઉં અને તે બાળકના પૈર્યની પરીક્ષા કરૂં!” ( આ પ્રમાણેને નિશ્ચય કરીને, તે દેવ ત્યાં આવ્યું, કે
જ્યાં શ્રી વર્ધમાનકુમાર સમવયસ્કેની સાથે વૃક્ષકીડા કરતા હતા. ત્યાં આવીને તે દેવે, દેખાવ માત્રથી પણ અતિ ભયને ઉપજાવે એવા સર્પના રૂપને ધારણ કર્યું અને જે વૃક્ષ ઉપર ચઢવા-ઉતરવાની રમત રમાવાની હતી, તે વૃક્ષની નીચેના ભાગમાં તે રહ્યો. વિકરાળ અને ભયંકર એવા સર્પને જોતાંની સાથે જ, બીજા બાળકે તે ત્યાંથી નાસવા જ લાગ્યા, પરન્તુ શ્રી વર્ધમાનકુમાર તે જરા ય ક્ષોભ પામ્યા નહિ. તેમણે તે, પોતાના હાથથી પેલા સર્ષને એક દેરડીની જેમ પકડીને, દૂર ફેંકી દીધો. સવ હાર્યોઃ
એ બનાવને જોઈને, પિલા બાળકે પાછા આવ્યા અને રમત શરૂ કરવા માંડી. પેલે દેવ જ્યારે સર્પ બનવા દ્વારા પણ શ્રી વર્ધમાનકુમારને ક્ષોભ પમાડી શક્યો નહિ, ત્યારે તેણે એક નાના રાજકુમારનું રૂપ ધારણ કર્યું અને તે પણ પેલા બાળકની જેમ શ્રી વર્ધમાનકુમારની સાથે રમવાને માટે આવ્યા.
રમતના ક્રમ અનુસાર સઘળા બાળકેએ વૃક્ષ ઉપર ચઢવા માંડ્યું. તેમાં, શ્રી વર્ધમાનકુમાર જ, સૌથી પહેલા વૃક્ષની ટેચે પહોંચી ગયા અને વૃક્ષની ટેચે પહોંચીને વૃક્ષની ઉપરથી નીચે