________________
૫૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને નામના ઉચ્ચારણપૂર્વક નમસ્કાર કરવાથી પણ હેતુ સરે, જરૂર સરે, પણ સામાન્ય નિયમ એ છે કે- હૈયામાં જેવા પ્રકરને ભાવ હોય અથવા તે જેવું બનવાનું હોય, તેવા જ શબ્દ પ્રાયઃ મુખમાંથી નીકળે છે.
જ્યારે સતી દ્રૌપદીને છોડાવી લાવવાને માટે શ્રી કૃષ્ણની સાથે પાંડ પક્વોત્તર નામના રાજાના દેશમાં ગયા, ત્યારે પક્વોત્તર રાજા તેમની સાથે યુદ્ધ કરવાને માટે આવી પહોંચતાં, શ્રી કૃષ્ણ પાંડેને કહ્યું કે-આની સાથે તમે યુદ્ધ કરે; અથવા તે, હું યુદ્ધ કર્યું અને તમે જૂઓ.'
એ વખતે પાંડેએ શ્રી કૃષ્ણને કહ્યું કે-“આવા કાયરની સાથે આપના જેવાને તે લડવાનું હોય ? આપની આજ્ઞાથી અમે જ તેની સાથે લડીશું, પછી જોઈએ તે તે છતે અને જોઈએ તે અમે જીતીએ.
પાંડવેના આવા શબ્દો માત્રથી, શ્રી કૃષ્ણ, એ યુદ્ધનું પરિણામ કેવું આવશે, તે સમજી ગયા; પણ પછી પોતે યુદ્ધ કરીને બાજીને સુધારી લેશે–એમ ધારીને કાંઈ બોલ્યા નહિ.
હવે પવોત્તર રાજાની સાથે યુદ્ધમાં ઉતરેલા પાંડે, પિતાનું ધાર્યું નહિ નિપજી શકવાથી, શ્રી કૃષ્ણને શરણે આવ્યા. એ વખતે, શ્રી કૃષ્ણ હસતાં હસતાં કહ્યું કે–“તમે યુદ્ધમાં જતી વખતે જે “એ જીતશે કે અમે જીતીશું”—એમ બેલેલા, તે ઉપરથી જ હું તે સમજી ગયું હતું કે તમે હારીને પાછા આવવાના છે.”
દુનિયામાં પણ કહેવાય છે કે “ શકુન કરતાં શબ્દ આગળ.” સારામાં સારા ગણાય તેવા શુકન થયા હોય, પણ નીકળતાં કે પેસતાં કાને જે ખરાબ શબ્દ પડે, તે સાસ