________________
૫૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
કેઈની પણ પ્રશંસાને સાંભળતાં હૈયામાં ઈર્ષાને ભાવ પેદા થ, એ જુદી વસ્તુ છે. ઈર્ષ્યા, એ અત્યન્ત ક્લિષ્ટ પરિ ણામની સૂચક વસ્તુ છે. માણસે એટલી લાયકાત તે જરૂર કેળવવી જોઈએ કે-કઈ ગમે તેવાની પણ પ્રશંસાને સાંભળતાં, હૈયામાં કદી પણ ઈર્ષ્યાભાવ પ્રગટે નહિ. કેઈનું પણ સારું, તમારા હૈયામાં ઈર્ષ્યાભાવને તે પેદા કરે જ નહિ–એવી તમારી સ્થિતિ છે ? કોઈનું પણ સારું થતું હોય, ભલું થતું હોય, તે એમાં તમે નારાજ તો નહિ જ ને ? ચતુવિધ શ્રીસંઘમાં ગણાતી કેટલીક વ્યક્તિઓમાં પણ આજે ઈર્ષ્યાને દેષ વધી જવા પામ્યું છે, એમ તમને લાગે છે ? સમાજમાં, બીજાએને સારા બનાવવાની પેરવી વધારે ચાલી રહી છે કે જેનું સારું થતું હોય તેનું ભૂંડું કરવાની પેરવી વધારે ચાલી રહી છે ? ઈર્ષ્યાને આધીન થયેલ અસત્ય પણ બેલે, આળો પણ ચઢાવે, છતી વસ્તુઓને અછતી કરવાને અને અછતી વસ્તુઓને છતી કરવાને પણ મળે અને જ્યાં તક મળે ત્યાં કાનભંભેરણું પણ કરે. આવું કરનારાઓ, કેટકેટલા લિષ્ટ પરિણામમાં રમતા હોય ? આવા ઈષ્યભાવને આધીન બની ચૂકેલાઓ, બીજાઓનું તે બગાડી શકે કે નહિ–એ અનિશ્ચિત છે, પરંતુ પિતાનું તે અવશ્ય બગાડે છે. બીજાઓનું બગાડી શકવામાં તે, બીજાઓને તેમનું બગડે-તે પાપદય સહાયક બનાવે જોઈએ, જ્યારે ઈર્ષ્યાળુનું બગડવામાં તે એને પાપદય સહાયક બની જ ચૂકેલે છે. એ ઈર્ષ્યાળુ બન્ય, એ જ એને પાપોદય છે. ઇર્ષાળુ અનેક દેને પાત્ર બને છેઃ
ઈર્ષ્યાળુ બનેલા દેવને જેમ તેના સ્વામી ઇન્દ્રને માટે