________________
.
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૪૫
બળને અંગે ભારે ગર્વને ધારણ કરતા હતા, જેઓ વિષમ સ્થાનમાં ભરાઈ રહ્યા હતા અને જેઓ દૂર વસતા હતા, એવા પણ રાજાઓ આવીને શ્રી સિદ્ધાર્થ રાજાને નમ્યા અને તેમણે શ્રી સિદ્ધાર્થ રાજાની તાબેદારીને સ્વીકાર કર્યો. - શ્રી સિદ્ધાર્થ રાજાને અને શ્રીમતી ત્રિશલા માતાને લાગ્યું કે-આ સઘળે ય પ્રભાવ, ગર્ભસ્થ આત્માના પુણ્યપ્રકર્ષને છે. આથી, તેઓને એક વાર એ વિકલ્પ ઉત્પન્ન થવા પામ્યો કે-“જ્યારથી આ ગર્ભ ઉત્પન્ન થયો છે, ત્યારથી આપણે ધન, ધાન્ય અને કનકાદિક વૈભવથી વૃદ્ધિ પામ્યા છીએ, માટે જ્યારે આ પુત્રને જન્મ થશે, ત્યારે આપણે આ પુત્રનું વર્ધમાન એવું ગુણનિષ્પન્ન નામ પાડીશું.”
જે વધ્યા જ કરે, તેને વર્ધમાન કહેવાય. અત્યારે દેખીતી રીતિએ તે વર્ધમાન ભગવાનનાં માતા-પિતા હતાં, કારણ કે વિવિધ વિભાથી તેઓ જ વૃદ્ધિને પામી રહ્યાં હતાં; પરન્તુ તેઓ પિતાની એ વૃદ્ધિને પોતાની વૃદ્ધિ નહિ સમજતાં હતાં, પરતુ એમ સમજતાં હતાં કે આ સઘળી ય વૃદ્ધિ ગર્ભસ્થ આત્માના પુણ્યોને જ આભારી છે અને એથી આ સઘળી ચ વૃદ્ધિ વસ્તુતઃ એ ગર્ભસ્થ આત્માની પિતાની છે. તેમની આવી માન્યતા હતી, માટે જ તેમણે એ ગર્ભસ્થ પુત્ર જ્યારે જન્મે ત્યારે તેનું વર્ધમાન એવું ગુણનિષ્પન્ન નામ સ્થાપિત કરવાને નિર્ણય કર્યો.
જેવું નામ હોય તેવા ગુણ હોય અથવા તે જેવા ગુણ હોય તેવું નામ હોય, એવા નામને ગુણનિષ્પન્ન નામ કહેવાય છે.
ભગવાનને આત્મા દેવલોકમાંથી ચ્યવીને આષાઢ સુદી