________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
તે, એ તારકને આત્મા જ્યારે શ્રીમતી ત્રિશલા માતાના ઉદરમાં ગર્ભપણે રહેલો હતું, ત્યારે જ ઉત્પન્ન થવા પામ્યું હતું.
ભગવાનને આત્મા, પહેલાં તે, આષાઢ સુદી છઠના દિને કષભદત્ત નામના બ્રાહ્મણની દેવાનંદા નામની ભાર્યાને ઉદરમાં અવતર્યો હતો અને ત્યાં જ, ગર્ભમાં આવ્યાને વ્યાશી દિવસો સુધીને ભગવાનને આયુષ્કાળ પસાર થયો હતો. ચાશીમા દિવસે, એટલે મારવાડી ગણત્રીના મહિનાઓના હિસાબે આ વદી તેરસના દિવસે અને ગૂજરાતી ગણત્રીના મહિનાઓની અપેક્ષાએ ભાદરવા વદી તેરસના દિવસે, અર્ધરાત્રિના સમયે, સૌધર્મેન્દ્રની આજ્ઞાથી, હરિણામેષી નામના દેવે, શ્રી ત્રિશલા માતાના ઉદરમાં રહેલા ગર્ભને દેવાનંદાની કુક્ષિમાં અને દેવાનંદાની કુક્ષિમાં રહેલા ગર્ભને શ્રી ત્રિશલા માતાની કુક્ષિમાં સિંકમાવ્યું હતું. - જે દિવસે, ભગવાનને આત્મા દેવાનંદાની કુક્ષિમાં અવતર્યો હતે, તે દિવસે પણ હસ્તેત્તર ઉત્તરાફાલ્યુની નક્ષત્ર હતું અને જે દિવસે ભગવાનના આત્માનું શ્રી ત્રિશલા માતાના ઉદરમાં સંક્રમણ કરાયું, તે દિવસે પણ હસ્તોત્તર નક્ષત્ર હતું. આમ જે દિવસથી ભગવાન શ્રી ત્રિશલા માતાના ઉદરમાં આવ્યા, તે દિવસથી ઈન્દ્રની આજ્ઞાને અનુસરીને તિર્થંભક દેવતાઓ, વારંવાર, વિવિધ મહાનિધાનેને શ્રી સિદ્ધાર્થ રાજાના ભવનમાં ભરવા લાગ્યા. આથી, તે આખું જ્ઞાતકુળ પણ ધન, ધાન્ય, રાજ્ય, રાષ્ટ્ર, બળ, વાહન, કેષ્ઠાગાર, પ્રીતિ-સત્કાર વિગેરેથી અત્યન્ત વૃદ્ધિ પામવા લાગ્યું. આ ઉપરાન્ત, એવા રાજાઓ, કે જેઓ પૂર્વે શ્રી સિદ્ધાર્થ રાજાને પણ નમ્યા નહતા, જેઓ પોતાના બાહુ