________________
૩૭
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
ન્તાનાં નામઠામ આદિને ખ્યાલ ટીકાકાર મહષિને પણ ન હેય. અનન્તાનાં નામઠામ આદિનું જ્ઞાન કેનામાં સંભવી શકે? અનન્તજ્ઞાનીમાં જ ! જે અનન્તજ્ઞાની બનેલ ન હોય, તેને કદી પણ અનન્તાનાં વ્યક્તિશઃ નામ-ઠામ આદિનું જ્ઞાન હાય જ નહિ. આપણે જાણીએ છીએ કે–ટીકાકાર મહર્ષિ અનન્તજ્ઞાની બનેલા તો નહતા જ. ટીકાકાર મહર્ષિ અનન્તજ્ઞાની બનેલા નહેતા, માટે પહેલા શ્લોકમાં વપરાએલાં પંદરે પંદર વિશેષણે જેઓને વ્યાજબીપણે લાગુ પડે એવા આત્માઓ અનન્તા થઈ ગયેલા હોવા છતાં પણ, તે દરેકે દરેકનાં નામાદિની ખબર, ટીકાકાર મહર્ષિને પણ ન હોય એ સ્વાભાવિક છે, પરંતુ અમુક અમુક શ્રી જિનેશ્વરદેવનાં પવિત્ર નામેની તો તેમને ખબર હોય. અન્ય ક્ષેત્રમાં થઈ ગયેલા અગર તે હાલ વિહરમાન એવા ભગવાન શ્રી જિનેશ્વરદેવનાં નામેની વાતને બાજુએ રાખીએ, તે પણ આ શ્રી ભરતક્ષેત્રને વિષે ગત ઉત્સર્પિણી કાલમાં થઈ ચૂકેલા શ્રી જિનેશ્વરદેવનાં નામાદિની તેમ જ આગામી ઉત્સપિણું કાલમાં થનારા શ્રી જિનેશ્વરદેવનાં નામાદિની તો આજે પણ કેટલાકને ખબર છે. ગત ઉત્સર્પિણી કાલમાં થઈ ચૂકેલા ચોવીસ ભગવન્તનાં નામેને સાંભળવાં છે? સાંભળે –
પહેલા શ્રી કેવલનાણુ નામના ભગવાન બીજા શ્રી નિર્વાણ નામના ભગવાન; ત્રીજા શ્રી સાગર નામના ભગવાન; ચોથા શ્રી મહાજશ નામના ભગવાન; પાંચમા શ્રી વિમલ નામના ભગવાન; છ શ્રી સર્વાનુભૂતિ નામના ભગવાન