________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૫
વગર વિશેષ હોય જ નહિ. સામાન્ય વગર જેમ વિશેષ હોય નહિ, તેમ વિશેષ વગર સામાન્ય પણ હેય નહિ. સામાન્ય હેય તે વિશેષ હેય અને વિશેષ હોય તો સામાન્ય હોય. સામાન્ય વનસ્પતિ જ જે હયાતિમાં ન હોય, તો લીંબડે, આ આદિ વનસ્પતિમાં ગણાતાં વૃક્ષ વિશેષ હાય નહિ અને લીંબડે, આંબા આદિ કઈ પણ વૃક્ષાદિ વિશેષ જ જે ન હોય, તો વનસ્પતિ પણ હેય નહિ. જે માણસ જાત જ હયાતિમાં ન હોય, તો બ્રાહ્મણ વિશેષ, ક્ષત્રિય વિશેષ આદિ ક્યાંથી હોય? અને બ્રાહ્મણ વિશેષ, ક્ષત્રિય વિશેષ આદિ હયાતિમાં હોય, તે સામાન્ય માણસજાત પણ હયાતિમાં છે -એમ માનવું જ પડે. સમજવાનું એ છે કે–સામાન્ય પણ આદરણીય છે અને વિશેષ પણ આદરણીય છે. એમ શ્રી જિનને સામાન્યથી ય સ્તવાય અને વિશેષથી ય સ્તવાય. વિષ દ્વારા સામાન્યની સમજણુ દઢ બને
બીજી વાત એ છે કે–વિશેષ દ્વારા સામાન્યની સમજણ સારી રીતિએ આપી શકાય છે અથવા તો સામાન્યની સમજણને સુસ્થિર બનાવવાને માટે વિશેષનું વર્ણન કરવું ઘણું લાભદાયી નિવડે છે. ટીકાકાર મહર્ષિએ, પહેલા શ્લોક દ્વારા સર્વસામાન્ય શ્રી જિનસ્તુતિ કરતાં, પંદર વિશેષણે વાપર્યો અને એ પંદર વિશેષણોને વાપરીને સઘળા ય શ્રી જિનેશ્વરદેવ કેવી કેવી વિશિષ્ટતાવાળા હોય છે એને ખ્યાલ આપે; પણ એ પંદરેય વિશેષણને સર્વ પ્રકારે યોગ્ય એવી વ્યક્તિનું નામ દીધું હોય, તો એથી ભગવાન શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપે વિષેની સમજ સુદઢ બને ને? એ માટે પણ, ટીકાકાર મહ