________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
(
૩૩
અને મારનારી છે, ભવાન્તરમાં ભમાવનારી છે, જ્યારે અહીં જે યાદની ભલામણ કરાય છે, તે યાદ છે તમને તારનારી, છે. તે માટે વિવેકી બનવું આવશ્યક છે. તમને જે પહેલા જ શ્લેકમાંનાં પંદર વિશેષણ યાદ હોય અને એ પંદરે ય વિશેષણને પરમાર્થ જે તમારા ખ્યાલમાં હોય, તો તમે એ. વિષે વારંવાર વિચાર કરી શકે અને એથી ભગવાન શ્રી જિનેશ્વરદે પ્રત્યેની તથા શુદ્ધ મોક્ષમાર્ગ પ્રત્યેની તમારી શ્રદ્ધા. ખૂબ જ નિર્મલ અને દઢ બની જવા પામે. જે રીતિએ હેતુ સરે તેમ હોય તે રીતિએ કહેઃ
ટીકાકાર મહર્ષિએ, પહેલા શ્લોકમાં સઘળા ય ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તવના કર્યા પછીથી, અમુક અમુકને નમસ્કાર કરીને–એમ બીજા લેક દ્વારા જણાવીને, ત્રીજા સ્લેક દ્વારા પિતાના અભિધેયને સ્પષ્ટ કર્યું છે. બીજા લેકમાં જેમને જેમને નમસ્કાર કરવામાં આવ્યો છે, તેમાં સૌથી પહેલા ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી છે. સઘળા ય શ્રી જિનેશ્વરદેવની સર્વસામાન્યપણે જે સ્તુતિ કરવામાં આવી, તેમાં ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીની સ્તુતિ પણ થઈ જ ગઈ છતાં પણ ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી એવું નામેચ્ચારણ કરવા પૂર્વક નમસ્કાર કરીને એમ કહેવાયું છે, માટે એ વાત વિચારવા જેવી છે ને? ગ્રન્થને યેન કેન વિસ્તૃત બનાવે, એવી મહાપુરૂષેની. ભાવના હતી જ નથી. જરૂરી લાગે એટલું કહેવું, એ જ એ મહાપુરૂષોની ભાવના હતી. હેતુ ટૂંકમાં કહેવાથી સરે તેમ હેય, તે ટૂંકમાં કહેવું અને વિસ્તારથી કહેવામાં હેતુ સરે તેમ હોય, તો વિસ્તારથી કહેવું—એ જ મહાપુરૂષનું લક્ષ્ય હોય