________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પૂર્વક સુધર્મને સ્વીકાર કરવામાં આવે. જે આત્માઓ આટલું કરી શકે, તેઓને દેવ-ગુરૂ-ધર્મના સ્વરૂપના વિષયમાં સુનિશ્ચિત બનેલા કહી શકાય. આવા દેવ-ગુરૂ-ધર્મના સંબંધમાં સુનિશ્ચિત બનેલા આત્માઓ, સુદેવ-સુગુરૂ–સુધર્મની ઉપાસના, સેવા અને આચરણ જેટલા વધુ પ્રમાણમાં પોતાનાથી શક્ય હેય, તેટલા વધુ પ્રમાણમાં ઉપાસના, સેવા અને આચરણ કરવાને માટે ઉત્સાહિત બન્યા કરે છે. કારણ કે–તેઓને એમ લાગે છે કે- આ સંસારમાં ઉપાસના, સેવા અને આચરણ તે એક માત્ર સુદેવ–સુગુરૂ-સુધર્મની જ કરવા લાયક છે, કેમ કે-સંસારના જીવ માત્રને માટે પરમ કલ્યાણનું પરમ કારણ તો આ જ એક છે.” રાગ-દ્વેષથી તે ઘણું યાદ રાખે છેઃ
આ ભાવ, તમારા હૈયામાં પેદા થવા પામ્યું છે કે નહિ? આ ભાવ તમારા હૈયામાં પેદા થવા પામ્યું હોય, તે તે સુવિશુદ્ધ બને, દઢ બને અને ઉત્તેજના પેદા કરનારે બને–એ માટે તેમ જ જે આ ભાવ તમારા હૈયામાં હજુ સુધી પણ પેદા થવા પામ્યો ન હોય, તે આ ભાવ તમારા હૈયામાં પિદા થવા પામે–એ માટે આ વાત છે. તમે કાંઈ બરાબર યાદ રાખતા નથી–એમ કહીને તમને તરછોડવાને માટે આ વાત નથી, પણ તમને આને યાદ રાખવાની કેટલી બધી જરૂર છે એને કાંઈ પણ ખ્યાલ આવે, એ માટે આ વાત છે. સંસારમાં તમે ઓછું યાદ રાખે છે ? રાગને વશ બનીને ય તમે ઘણું યાદ રાખે છે અને દ્વેષને વશ બનીને પણ તમે ઘણું યાદ રાખે છે. એ યાદ તમને મુંઝવનારી