________________
૩૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન છે. એટલે સર્વસામાન્ય જિનસ્તુતિ કર્યા પછીથી પણ, ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીના નામેચ્ચારણ પૂર્વક જે નમસ્કાર કરાયે છે, તે સૂચવે છે કે–એમ કરવા પાછળ પણ એ મહાપુરૂષને કેઈ ગંભીર આશય રહેલો છે, માટે એ મહાપુરૂષને આશય શું હશે, એ વાતને પણ તમને કાંઈક ખ્યાલ આવે–એવી રીતિએ વિચાર કરવો એ જરૂરી છે. સામાન્ય-વિશેષને સંબંધઃ
તમે જાણતા તે હશે કે–સામાન્ય કરતાં વિશેષ એ વધુ વ્યવહારપ્રવૃત્ત હેવાથી લોકગ્રાહ્ય બને છે. જેમ કે-કેઇને પણ એમ કહેવામાં આવે કે “વનસ્પતિ લાવ.” તે એ વિચારમાં પડી જશે કે-“મારે કયી વનસ્પતિ લાવવી?” અવસરને અને આશયને જાણ આદમી તો કદાચ સમજી જાય કે
આ અવસરે મને એમણે વનસ્પતિ લાવવાનું જે કહ્યું છે, તે અમુક વનસ્પતિને લક્ષ્યમાં રાખીને જ કહ્યું છે અને એથી એ બુદ્ધિશાલી આદમી, વનસ્પતિ લાવ” એમ કહેનારને એ જ વનસ્પતિ લાવી આપે, કે જે વનસ્પતિને લાવવાનું એને સૂચન કરાયું હોય, પરંતુ સઘળા ય કાંઈ એવા બુદ્ધિશાલી, એટલે કે એવા અવસરના અને આશયના જાણ હોય, એ સંભવિત છે? નહિ જ. એવા બુદ્ધિશાલી તે થોડાક જ હેય, એટલે સામાન્યપણે તો એમ જ કહેવું પડે કે “લીંબડાનાં પાંદડાં લાવ” અગર તો “આંબાનાં પાંદડાં લાવ.” આમ કહ્યું હેય, તે સામાન્ય માણસ પણ જરૂરી વનસ્પતિને લઈ આવી શકે. તાત્પર્ય એ છે કે–વ્યવહાર વિશેષ નામથી ચાલે છે. -વ્યવહાર વિશેષ નામથી ચાલતો હોવા છતાં પણ, સામાન્ય