________________
બીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના જાય છે, તે તે ઘણી સહેલાઈથી ધર્મને પામી શકે છે. કૃતઘ્ન અને ઉદ્ધત માણસો, આ જગતમાં પણ આબાદીને સાધી શકતા નથી પણ બરબાદીને સાધે છે, તો પછી એવાએને ગમે તેટલી ઉત્તમમાં ઉત્તમ પ્રકારની ધર્મસામગ્રી મળી હોય, તો પણ એવા ધર્મને પામે જ શી રીતિએ ? જે આત્મા કૃતજ્ઞતા ગુણવાળ હોય છે, તે આત્મામાં “સામામાં શું સારું છે–એ જોવાનો ગુણ આવી જાય છે. એને બીજાને પિતાના ઉપર નાનો પણ ઉપકાર મેટો લાગ્યા કરે છે; એટલું જ નહિ, પણ કેઈએ એનું ભલું ઇચ્છવું છે એટલી વાતની પણ જે એને ખબર પડે, તો ય એ વાત એના અંતરમાં વસી જાય છે અને એને પણ એ પિતાના ઉપરને ઉપકાર માને છે. આ કૃતજ્ઞતા ગુણની સાથે, જે નમ્રતા ગુણ હોય, તો એને સદ્ગુરૂને યોગ બહુ સારી રીતિએ ફળે? કારણ કે-એ સદ્ગુરૂનું બહુમાન કર્યા વિના રહે નહિ અને સદ્દગુરૂએ કહેલી કેઈ પણ વાત જે પિતાને ન સમજાય, તો ય તે સામે થાય નહિં પણ અવસરચિત રીતિએ પૂછીને પિતાની શકાનું સમાધાન કરવાને મથે. સહેલાઈથી ધર્મને આરાધી શકે?
કૃતજ્ઞ અને નમ્ર માણસ, ધર્મને જેમ સહેલાઈથી પામી શકે છે, તેમ ધર્મની આરાધના પણ સહેલાઈથી કરી શકે છે. ધર્મી જનોને ધર્મની આરાધના કરવામાં તેમની કૃતજ્ઞતા અને નમ્રતા બહુ સહાયક બને છે. માણસ ધર્મને પામે, એટલે તે એનામાં વિવેક આવે. ઉપકાર કેને કહેવાય અને વિનય કેને કેવો થાય—એને એ સમજે. એટલે પછી તે, એ કૃતજ્ઞતાનાં મામે કે ન બનીને ધર્મને હાનિ પહોંચે