________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના વિદો આવે નહિ અને વિદના આવે તો ય તે વિઘ્ન કરી શકે નહિ તેમ જ શિષ્ટાચારનું પાલન થાય-એ વિગેરે આશ
ને અવલમ્બીને મંગલની આચરણને કરતા એ મહાપુરૂષે, સઘળા ય ભગવાન શ્રી જિનેશ્વરદેવની, પંદર વિશેષણ દ્વારા, પહેલા શ્લોકમાં સ્તુતિ કરી. એ પંદર વિશેષણો વિષે તો આપણે કાંઈક વિસ્તારથી વિચારણા કરી આવ્યા છીએ. તમને બધું તો યાદ નહિ હોય, પણ એ પંદર વિશેષણે ક્યાં ક્યાં છે અને દરેક વિશેષણની શી શી વિશિષ્ટતા છે, એટલું તે ચાદ હશે ને? તવત્રયીમાં પહેલું તત્ત્વ દેવતત્ત્વ અને એ તત્ત્વના સ્વરૂપને જેટલો સાચે ખ્યાલ આવે, તેટલે સુગુરૂના સ્વરૂપનો અને સુધર્મના સ્વરૂપને પણ સહેલાઈથી
ખ્યાલ આવે. સુદેવના સ્વરૂપના વિષયમાં સુનિશ્ચિત નહિ બનનારાઓ, કદી પણ સુગુરૂના સ્વરૂપના વિષયમાં અને સુધર્મના સ્વરૂપના વિષયમાં સુનિશ્ચિત બની શકતા નથી. પહેલા શ્લોકમાંનાં પંદર વિશેષણે એવાં હતાં કે–એ વિશે‘ષણોને અને એ વિશેષણના પરમાર્થને જે ખ્યાલ આવે,
તો બુદ્ધિશાળી આત્મા, સુદેવના સ્વરૂપના વિષયમાં સુનિશ્ચિત બની જાય અને એના પરિણામે એ આત્મા સુગુરૂના સ્વરૂપના વિષયમાં તેમ જ સુધર્મના સ્વરૂપના વિષયમાં પણ સુનિશ્ચિત બની જાય. એવા તે થાડા, પણ તમે શામાં?
આથી, આવી મહત્ત્વની વાતને તમે વિસરી જવા દીધી નહિ હોય અને યથાશક્તિ યાદ કર્યા કરી હશે, એવી કલ્પના કરવાનું મને મન તો થાય ને? આ પણ, પ્રેરણા કરવાની