________________
૨૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એવું કરે જ નહિ. ઉપરાન્ત, ભગવાન શ્રી જિનેશ્વરદેવે અને એ તારકેને અનુસરનારા મહાપુરૂષ આદિ પ્રત્યે તે, એને ભક્તિભાવ ખૂબ જ વધી જાયકારણ કે-જ્યારે જીવને ભગવાન શ્રી જિનેશ્વરદેવના અને એ તારકેના માર્ગને અનુસરનારા મહાપુરૂષોના ઉપકારનો સાચો ખ્યાલ આવે છે, ત્યારે તો એને એમ થઈ જાય છે કે-“મારા અનન્તાનન્ત કાલમાં, મારા ઉપર અન્ય કેઈએ, કદી પણ આવા પ્રકારને ઉપકાર કર્યો જ નથી. આથી, એ જીવ કેઈ પણ સારું કામ કરતાં પહેલાં, પિતાના પરમ ઉપકારીઓને અને પરમ ઉપકારક વસ્તુઓને યાદ કર્યા વિના તથા તેમને નમન કર્યા વિના રહી શકતો જ નથી. એ મુજબ જ, ટીકાકાર આચાર્યભગવાન શ્રીમદ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ અહીં પહેલા શ્લોકમાં સઘળા ય ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સામુદાયિક રીતિએ પંદર પંદર વિશેષણથી સ્તવના કર્યા પછીથી પણ, બીજા શ્લોકમાં ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને, ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીને, સઘળા ય અનુગવૃદ્ધોને અને સાથે સાથે શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણીને પણ યાદ કરીને નમસ્કાર કર્યો છે અને તે પછીથી જ પોતાના અભિધેયનું સ્પષ્ટીકરણ કર્યું છે. સુદેવના સ્વરૂપમાં નિશ્ચિત બનવાની પહેલી જરૂર - આ પંચમાંગ સૂત્ર શ્રી ભગવતીજી સૂત્રની ટીકાની રચના કરવાને માટે ઉદ્યત બનેલા, પરમ ઉપકારી, આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, સૂત્રની ટીકાને શુભારંભ કરવાને માટે, સૂત્રની ટીકાને સંપૂર્ણ કરતાં સુધીમાં