________________
બીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના
૨૩
યાદ કરીને, એ ઉપકારીઓની વિશેષ વિશેષ પ્રકારે ભક્તિ કરવાના મનોરથ કરનારા કેટલા? તમે બધા જે તમારી શક્તિ-સામગ્રી મુજબ દેવની અને ગુરૂની ભક્તિ કરવાની વૃત્તિવાળા છે, તે દેવસ્થાને અને અન્ય ધર્મસ્થાને જે રીતિએ આજે ઉણપો ભેગવી રહ્યાં છે, તે રીતિએ તે સ્થાને ઉણપને ભેગવવી પડે ખરી? દેવસ્થામાં અને અન્ય ધર્મસ્થાનેમાં તમારા દ્રવ્યને વ્યય કરવાને તમને ઉલ્લાસ કેટલે? ભગવાન શ્રી જિનેશ્વરદેવેની હું ત્રિકાલપૂજા કરું, એ તારકેની પૂજા કરવાને માટે મારી શક્તિ મુજબનાં પણ ઉત્તમેત્તમ દ્રવ્યોને હું એકઠાં કરીને પૂજામાં વાપરું આ શરીર તથા કટુમ્માદિકને માટે તે હું ઘણું ય ખર્ચ કરું , પણ દેવ-ગુરૂની ભક્તિમાં હું મારા દ્રવ્યને જેટલો વ્યય કરું, તેટલે જ લેખે છે, જે ધર્મસ્થાનમાં હું ધર્મક્રિયાઓને કરી શકું છું તથા ધર્મશ્રવણાદિ કરું છું, તે ધર્મસ્થાને માટે મારે દરરેજ-દર
જ નહિ તો દર મહિને–દર મહિને નહિ તે દર વર્ષે પણ મારે મારી શક્તિ મુજબ અમુક રકમ તો આપવી જ જોઈએ.” –આવા આવા વિચારે તમને આવે છે ખરા? જે જે બાબતોમાં તમે અણસમજુ છે તે તે બાબતેની વાત ન કરીએ, તે પણ જે બાબતો તમારી સમજમાં છે તેવી બાબતમાં પણ તમે દેવસ્થાનમાં અને અન્ય ધર્મસ્થાનમાં તમારી મુડીને ખર્ચવાને વિચાર કરતા નથી, એમાં તમારી કૃતજ્ઞતાની પણ ખામી છે–એમ તમને લાગે છે ખરું?
પ્રશ્ન- કૃપણુતા નડે છે.
કૃણતા પણ નડે, પરંતુ કૃતજ્ઞતા ગુણ હોય તો તે કુપણુતાને ધક્કો માર્યા કરે. કૃતજ્ઞ માણસ કૃપણુતાથી જે