________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૨૧ નહિ હેવાથી, બને છે એવું કે-જે પ્રસંગ સામાન્ય રીતિએ કલેશને ઉપજાવે તે ન હોય, તે પણ પ્રસંગ કેટલીક વાર કેટલાંક કુટુમ્બમાં મેટા પણ કલેશનું કારણ બની જાય છે. મેહ, વિષયસુખને લેભ,એ વિગેરે દેશે તે જીવમાં બેઠેલા છે, પણ જીવમાં જે કૃતજ્ઞતા અને નમ્રતા હોય છે, તે એ દેશે ધાર્યું જેર કરી શકતા નથી, એ દોષે થોડે ઘણે અંશે પણ દબાતા રહે છે, અને જ્યારે કૃતજ્ઞતા અને નમ્રતા જેવા ગુણે નથી હતા, ત્યારે તે એ દેને જેર કરવાની ઘણી અનુકૂળતા પ્રાપ્ત થઈ જાય છે. એથી, વ્યવહારમાં કલુષિતતા અને ક્લેશમયતા આવી જાય છે. મેહ અને વિષયસુખને લોભ તે કહે કે-“તારા સુખની આડે જે આવે, તે ગમે તે ઉપકારી હોય કે મેટે હય, તે પણ તારે એની પરવા કરવી નહિ. એ વખતે જે કૃતજ્ઞતા ગુણ અને નમ્રતા ગુણ હોય, તે વિચાર આવે કે-“મારા ઉપકારી અથવા મારાથી મેટા મારા સુખની આડે આવે નહિ; એ મારા ભલાને માટે જ આમ વર્તતા હશે, છતાં મને તે મારા સુખની આડે આવે છે–એવું મારી બુદ્ધિની ખામીને લીધે લાગ્યું હશે, અથવા તે–એ મારા સુખની આડે આવતા હોય, તો ય શું થઈ ગયું? મારે સહન કરી લેવું, એ જ મારી ફરજ છે. હવે જો એ વખતે કૃતજ્ઞતા ગુણ અને નમ્રતા ગુણ ન હોય, તે શું થાય? ઉપકારિઓને માટે તથા વડિલોને માટે ગમે તેવા, ઘણી નીચી કેટિના પણ ખરાબ વિચારે આવે, તેમની સામે થવાનું મન થાય, તેમનું અપમાન કરવાને માટે સજજ બનાય અને કદાચ તેમનું ભંડું કરવાને માટે પણ પ્રવૃત્ત થવાય. આજે માતા-પિતા અને સંતાને વચ્ચે, પતિ અને પત્ની