________________
૨૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
અને વડિલેાને નમસ્કાર કરવાના વ્યવહાર તા ગયા, પણ તેની સાથે વાતચીત કરવાની રીતિ પણ બદલાઈ ગઈ છે અને તેમાં ઉદ્ધતાઈ આવી જવા પામી છે. વિદ્યાદાતા શિક્ષકો સાથેના વ્યવહાર પણ એટલે જ અથવા તેા એથી પણ વધારે બદલાઈ ગયા છે અને બગડી ગયા છે. વિદ્યાદાતા શિક્ષકા વિનયથી પ્રસન્ન થઈને વિદ્યાનું દાન કરે; એની જગ્યાએ આજે વિદ્યાદાતા શિક્ષકોને વિદ્યાર્થીઓથી પણ ડરતા જેવા રહેવું પડે છે. જો તમારામાં કૃતજ્ઞતા અને નમ્રતા–આ એ ગુણ્ણા હાત, તેા તમારા સાંસારિક વ્યવહારો આવા કલુષિત અની જવા પામત નહિ.
વ્યવહારો કલુષિત બનવાથી ક્લેશમય બની ગયા છેઃ
સાંસારિક વ્યવહારો કલુષિત અની જવાથી, સાંસારિક વ્યવહારામાં ક્લેશમયતા પણ ખૂબ જ વધી જવા પામી છે. જો ઉપકારિઓના ઉપકાર પ્રત્યે લક્ષ્ય હાય અને સ્વાભાવિક રીતિએ નમ્રતાના ગુણુ હય, તા ફ્લેશ ઉપજાવે એવા પ્રસંગા પણ, ફ્લેશને ઉપજાવવામાં સફળ નિવડે નહિ. કેમ ? ઉપકારીની અગર વિડેલની ભૂલ પણ લાગે, હૈયામાં એમની ભૂલ પ્રત્યે કદાચ અણુગમા પણુ ઉપજે, તે છતાં પણ ઉપકારના ખ્યાલ અને નમ્રતાનેા ગુણ હોય, એટલે ખમી ખાવાનું મન થાય. મનમાં જરા ગુસ્સા આવી ગયા હાય, તે ય તે શમી જવા પામે અને પાછળથી એમ પણ થાય કે− મને આટલી વાતમાં ગુસ્સા આવી ગયા તે ઠીક થયું નહિ. આમ ફ્લેશ ઉપજાવે એવા પ્રસંગ પણ ફ્લેશને ઉપજાવી શકે નહિ. એની જગ્યાએ આજે કૃતજ્ઞતાને અને નમ્રતાના ગુણ