________________
૧૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સાધુઓમાં પણ જોઈએ, શ્રાવકેમાં પણ જોઈએ અને ધર્મને પામવાને લાયક સજજનેમાં પણ જોઈએ. જેણે જેણે પ્રગતિને સાધવી હોય, તે દરેકે આ બન્ને ય ગુણોને પોતાના બનાવી લેવા જોઈએ. વૈયક્તિક, કૌટુમ્બિક, સામાજિક અથવા તો કઈ પણ સાંસારિક વ્યવહારમાં સુન્દરતાને લાવવાને માટે આ ગુણ જરૂરી છે. આજે તમારા સાંસારિક વ્યવહારમાં જે લેશમયતા અને કલુષિતતા આવી જવા પામી છે, તેમાં અનેક કારણો છે; પરન્તુ કૃતજ્ઞતા અને નમ્રતા-આ બે ગુણે જે સારી રીતિએ સજીવ રહેવા પામ્યા હતા, તે તમારે સાંસારિક વ્યવહાર આજના જેટલો લેશમય અને કલુષિત બની જવા પામ્યો હત નહિ, એ નિર્વિવાદ વાત છે. આજે તમારે સાંસારિક વ્યવહાર કેટલે બધે હલકી કેટિન બની જવા પામ્યો છે? આજે માતા-પિતા પ્રત્યે સંતાને કેવી રીતિએ વર્તે છે? વડિલો પ્રત્યે નાનાઓ કેવી રીતે વર્તે છે ? પતિ પ્રત્યે પત્ની કેવી રીતે વર્તે છે? સાસુ પ્રત્યે વહુ કેવી રીતિએ વર્તે છે? માતા-પિતાને ઉપકાર, એ વાત આ આર્ય દેશમાં અને તે પણ જૈન સમાજમાં અમારે કહેવી પડે? “તમારા ઉપર તમારાં માતા-પિતાને ઉપકાર છે”—એ વાતને તમે સમજે છે કે એ વાત પણ અમારે તમને સમજાવવી પડે તેમ છે ? તમારાં માતા-પિતાએ તમને કેવી રીતે ઉછેર્યા છે-એ તમે ભૂલી ગયા છે, તે તમે તમારાં સંતાનને કેવી રીતિએ ઉછેરે છે, એ તરફ નજર કરે અને વિચાર કરો કે “અમે જેમ અમારાં સંતાનોને માટે સહન કરીએ છીએ, તેમ અમારાં માતા-પિતાએ પણ અમારા માટે આમ સહન કર્યું હશે. આજે માતા-પિતા પ્રત્યે હૈયે બહુમાનના ભાવને