________________
૧૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો વસ્તુઓ છે, હતી કે હશે, તે સર્વને નમસ્કાર કર્યો. એક પણ ઉપકારી વસ્તુ એમાંથી બાતલ નહિ. કૃતજ્ઞતા અને નમ્રતા :
ટીકાકાર આચાર્યભગવાનમાં આ કે ઉમદા પ્રકારને 'કૃતજ્ઞતા ગુણ છે ? નમસ્કાર કરવાને માટે નમ્ર બનવું પડે છે અને સાચે નમ્રતા ગુણ, કૃતજ્ઞતા ગુણ વિના આવી શકતું નથી. ટીકાકાર આચાર્યભગવાનમાં જે સુન્દર પ્રકારને વિવેક ન હતી અને એ સાથે કૃતજ્ઞતા ગુણ જે તેઓશ્રીમાં ન હેત, તે પ્રસંગ તો એ હતો કે–એ અહંકારના મદથી પીડાતા હોત. જ્ઞાન તે હતું જ અને તેમાં મળી શાસનદેવીની સહાયક પ્રેરણા એના યોગે આવું અંગસૂત્રની ટીકા રચવા જેવું મહા કઠિન કાર્ય પણ કરવાને માટે તેઓશ્રી સમર્થ બની શક્યા. આટલી શક્તિ અને સામગ્રીને વેગ મળે, પછી “હુંકારને આવતાં વાર કેટલી ? આવા વખતે મનમાં ખુમારી આવે કે મન નમ્રતાભાવને ભજનારું બને ? દુન્યવી તુચ્છ સામગ્રી પણ જે બીજાઓના કરતાં જરા સારા પ્રમાણમાં તમને મળી ગઈ હોય, તે તેના યોગે તમને કેવા પ્રકારને અનુભવ થાય છે ? બજારમાં ચાર જણા તમારી સલાહ લેવાને માટે આવતા હોય અને બજારમાં તમારી સામાન્ય પ્રકારે પણ જે એવી નામના થાય કે-આ શેઠની સલાહ એવી વ્યાજબી હોય છે કે–એ મુજબ જે વર્તીએ તે - જરૂર ફાવીએ” તે એ વખતે તમારા હૈયામાં “હુંપણને કેક ભાવ જાગે છે? એના ગે, બીજાઓની સાથે તોછડાઈથી બોલવાની અને તેછડાઈથી વર્તવાની કેવી ટેવ