________________
૧૫,
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
અને
હેાવાથી, ‘ભગવાન શ્રી જિનેશ્વરદેવને નમસ્કાર કરવામાં ઉપકારી એવી સઘળી ય વ્યક્તિઓને તેમ જ ઉપકારી એવી સઘળી ય વસ્તુઓને પણ નમસ્કાર થઈ જાય છે’–એમ જો કહીએ, તે તે પણ વ્યાજબી જ ગણાય; પરન્તુ સઘળા ય જીવા આવા તાત્પર્યાર્થ શેાધી શકે નહિ. આથી, આ મહાપુરૂષ તે એવા માર્ગ લીધા કે—કયા કયા ઉપકારને નમસ્કાર કરવા એ ચેાગ્ય છે, તેને સામાન્ય સમજવાળા જીવા પણ સમજી શકે. એ માટે જ, આ મહાપુરૂષે માત્ર ભગવાન શ્રી જિનેશ્વરદેવાને નમસ્કાર કરીને નહિ અટકતાં ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને પણ નમસ્કાર કરીને નહિ અટકતાં, ગણધરભગવાન શ્રી સુધર્માંસ્વામીજીને પણ નમસ્કાર કર્યાં અને તે પછીથી સઘળા ય અનુયાગવૃદ્ધોને પણ નમસ્કાર કર્યાં. આમ, સઘળી ય ઉપકારી વ્યક્તિઓને નમસ્કાર કર્યાં. બાદ, ઉપકારી એવી સઘળી ય વસ્તુઓને નમસ્કાર કરવાને માટે, આ મહાપુરૂષે શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણીને નમસ્કાર કર્યાં. શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણીમાં, કોઈ પણ સારી વસ્તુનું પ્રતિપાદન ન હોય, એ મને ? નહિ જ. શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણી બતાવે બધી વસ્તુઓને, પણ ગ્રાહ્ય તરીકેનું પ્રતિપાદન તા સારી–ઉપકારક વસ્તુઓનું જ કરે ને ? હિંસાદિકને પણ બતાવે અને અહિંસાદિકને પણ મતાવે, પરન્તુ સાથે સાથે જ એ વાત હાય કે–હિંસાદિક તજવા યાગ્ય છે અને અહિંસાદિક આચરવા ચેાગ્ય છે. આમ, શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણીમાં સઘળી ય ઉપકારક વસ્તુઓના સમાવેશ થઈ જાય છે અને એથી એમ કહી શકાય કે—શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણીને નમસ્કાર કર્યાં, એટલે જગતભરમાં જે કાંઈ પણ સારી