________________
આજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૩ આદ પણ, એ મહર્ષિ બે શ્લોકે દ્વારા ફરમાવે છે કે “શ્રી વર્ધમાનસ્વામીજીને શ્રીમત્ સુધર્માસ્વામીજીને, સર્વ અનુગવૃદ્ધોને અને શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણુને નમસ્કાર કરીને, આ શ્રી ભગવતીજી સૂત્રની જે ટીકા તથા ચૂર્ણ છે તેને અને શ્રી જીવાભિગમાદિ અંગસૂત્રોની જે વૃત્તિઓ છે–તેના અંશને, સંજીને હું આ પાંચમા અંગસૂત્રની કાંઈક વિશેષ પ્રકારે વિવૃત્તિને કરું છું.” આ કથનમાં સ્પષ્ટ રૂપમાં મંગલ પણ છે અને અભિધેય પણ છે. મંગલ તે પહેલા શ્લોક રૂપ શ્રી જિનસ્તુતિ દ્વારા થઈ જ ગયું હતું ને? છતાં પણ, અહીં એક એ વિશેષતા છે કે-ત્રીજા શ્લોક દ્વારા અભિધેયને કહેવાને માટે, બીજા લેકમાં પણ મંગલ કર્યું અને તે અન્નેને કે સંબંધ છે–એ પણ સૂચિત કરી દીધું. હિતશિક્ષા
આમને નમસ્કાર કરીને આમ કરું છું”—એમ કહેવા પાછળ તો, મોટી હિતશિક્ષા રહેલી છે. એ શીખવે છે કેતમારે જે વાત કહેવાની હેય, તે વાતને કહેવાનું સૂચન પણ તમારે આ રીતિએ નમસ્કાર કરીને તે પછી જ કરવું જોઈએ. નમસ્કારમાં પણ કેટલાકને યાદ કર્યા ? ઉપકારી એવા કેઈને અગર ઉપકારી એવી કઈ પણ વસ્તુને ય એ મહાપુરૂષે પિતાના નમસ્કારમાંથી બાતલ રાખેલ નથી, એમ કેઈને પણ, જે તે વિવેકી અને સમજુ હોય તે, કહેવું પડે. સારું કામ કરતાં પહેલાં, નમસ્કાર કરવાને માટે સઘળા ય ઉપકારિઓને યાદ કરે છે અને સઘળી ઉપકારક વસ્તુઓને પણ યાદ કરે છે. આ વાત તમારા ખ્યાલમાં તો આવે છે ને?