________________
૨૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન વચ્ચે પણ, સાસુ અને વહુ વચ્ચે, ભાઈ-ભાઈ વચ્ચે, શેઠનેકર વચ્ચે, રાજા-પ્રજા વચ્ચે અને મોટા–નાના વચ્ચે કેટલી બધી તંગદીલી વધતી જાય છે? પરસ્પરથી પરસ્પરને હંફને અનુભવ થવાને બદલે, પરસ્પરને પરસ્પર તરફના ભયને અનુભવ થાય છે. આવા વખતમાં પણ શાણા માણસે જાળવી જાળવીને વર્તે છે, હૈયા ભાવ કળાઈ ન જાય તેની કાળજી રાખે છે, પરન્તુ અન્તઃકરણમાં એક-બીજા પ્રત્યે જે ભાવે હોવા જોઈએ, તેમાં તે મેટી ખામી જ આવી જવા પામી છે; અને આ તે તમારા પિતાના પણ અનુભવની જ વાત છે ને?
દેવસ્થામાં અને ધર્મસ્થાનમાં આવેલી ઉણપનું તથા - ભક્તિની ખામીનું મૂળ પણ શું છે?
કૃતજ્ઞતા ગુણની અને નમ્રતા ગુણની ખામીને લીધે, ધાર્મિક વ્યવહારમાં પણ ઘણે બીગાડે થઈ જવા પામ્યું છે અને દિવસે દિવસે એ બીગાડે પણ વધતો જ જાય છે. શ્રાવક તરીકેના તમારા જે જે ધાર્મિક વ્યવહાર ગણાય છે તેમાં અને સાધુ તરીકેના અમારા જે જે ધાર્મિક વ્યવહાર ગણાય છે તેમાં–એ બધાયમાં આજે કૃતજ્ઞતા ગુણ સંબંધી અને નમ્રતા ગુણ સંબંધી ખામીને લીધે, ઘણાં અનિચ્છનીય અશુભ તો આવી જવા પામ્યાં છે અને શુભ ત ધીમે ધીમે ઘટતાં જાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવને અને ગુર્નાદિકને આપણું ઉપર કે કે અને કેટલે કેટલે ઉપકાર છે, એ વિષે તમારામાં અને અમારાઓમાં, વારંવાર વિચાર કરનારાઓ કેટલા ? દેવ-ગુરૂના ઉપકારને