________________
-
૧૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
ઉપકારી વ્યક્તિઓ ને વસ્તુઓ ઃ
પહેલાં સઘળા ય ભગવાન શ્રી જિનેશ્વરદેવને નમસ્કાર, પછી ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને જૂદ નમસ્કાર, પછી ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીને નમસ્કાર અને તે પછીથી સઘળા ય અનુયાગવૃદ્ધ મહાપુરૂષને પણ નમસ્કાર ! હવે કઈ ઉપકારી વ્યક્તિ બાકી રહી જાય છે ખરી? નહિ જ. કેઈ ઉપકારી વ્યક્તિ તે બાકી રહી જતી નથી, પણ ઉપકારી વસ્તુઓ તો બાકી રહી જાય છે. જે કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવોને કરેલ નમસ્કારમાં પણ સમાવેશ કરવા ધારીએ તે સઘળી ય ઉપકારી વ્યક્તિઓને અને સઘળી ય ઉપકારી વસ્તુઓનો સમાવેશ કરી શકાય તેમ છે. કારણ કે-કેઈ પણ સારી વ્યક્તિનું અને કેઈ પણ સારી વસ્તુનું મૂળ તે ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ છે. ભગવાન શ્રી જિનેશ્વરદે, વેના પ્રતાપે જ, એટલે કે-એ પરમ તારકેએ ફરમાવેલી આજ્ઞાઓને સારી રીતિએન્યથાયોગ્યપણે અનુસરવાના પ્રતાપે જ, કોઈ પણ વ્યક્તિ પરમ રીતિએ ઉપકારી બની શકે છે. એ પરમ તારકેની આજ્ઞાને યથાયોગ્ય રીતિએ અનુસર્યા વિના, કેઈ પણ વ્યક્તિ પરમ રીતિએ ઉપકારી બની શકે –એ શક્ય જ નથી. એ જ રીતિએ, સારી પણ વસ્તુને સારી વસ્તુ તરીકે સ્વતપણે ઓળખાવનાર જે કઈ પણ હોય, તે તે જેમ ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ છે, તેમ સારી પણ વસ્તુઓને જી પિતાને માટે સારી વસ્તુઓ તરીકે પરિણમાવી શકે–એ માટે વાસ્તવિક માર્ગ સ્વતન્ત્રપણે બતાવનાર કેઈ હોય, તે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ છે. આમ