________________
૧૯
બીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના ધરનાર અને વ્યવહારમાં વિનયને આચરનારાં સંતાનોને જેવાં હોય, તે તમને જોવાથી સંતોષ થાય તેવું છે ખરું? નથી, તે એમાં તમને કૃતજ્ઞતા અને નમ્રતા ગુણની ખામી લાગે છે? એવી જ રીતિઓ, કુટુમ્બના વડિલો અને તમારા મોટા ભાઈ તથા મોટા ભાઈની વહુ આદિ સાથેને તમારે વ્યવહાર પણ વિનયયુક્ત નથી રહ્યો. વૈયક્તિક અને કૌટુમ્બિક વ્યવહારમાં નમ્રતાનું સ્થાન ઉદ્ધતાઈએ લીધું, એટલે સામાજિક વ્યવહારમાં પણ નમ્રતા રહી નહિ અને ઉદ્ધતાઈ આવી જવા પામી. માતા-પિતાદિનું વાત વાતમાં અપમાન કરનારાઓ, તેમની સાથે તોછડાઈભર્યો વર્તાવ કરવામાં પોતાની મેટાઈ માનનારાઓ તથા હૈયામાં પણ એમને મૂર્ખ અને કમઅક્કલ આદિ તરીકે કલ્પીને તેમના પ્રત્યે દુર્ભાવને ધારણ કરનારાઓ, સામાજિક દૃષ્ટિએ વડિલ ગણાય એવા માણસોનું માન જાળવે, એ બનવાજોગ છે ? નાત ભેગી થઈ હોય અગર સભા મળી હોય, તો જરા તક મળતાં ઘરડાએની પાઘડીને ઉડાડનારાઓ, આજના જુવાનીયાઓની દુનિયામાં, હુંશીયાર અને બહાદૂર મનાય છે. થોડાંક વર્ષો પહેલાં, સગા નહિ એવા પણ વડિલો, બીડી પીતાં જોઈ જાય નહિ-એની કાળજી રહેતી હતી અને આજે ખૂદ માતાપિતા પણ જોઈ જાય તો ય વધે નહિ–એવું થઈ ગયું છે. ઉમ્મરે વૃદ્ધને માન આપવું, પતે ખસીને પણ આસન આપવું, તેમની સાથે નમ્રતાથી વાત કરવી અને તેમની સમક્ષ અન્ય કેઈની પણ સાથે ઉદ્ધતાઈથી વર્તવું નહિ-આવ વ્યવહાર, બે ત્રણ દશકાઓ પહેલાં તે સારી રીતિએ પ્રવર્તતે હતે. આજે એવા વૃદ્ધોની પ્રાયઃ અવગણના જ કરાય છે. માતા-પિતાદિને